પેટ્રોલિંગ દરમિયાન દૂધના ખાલી કેરેટ ની આડમાં દારૂની હેરાફેરી ઝડપી 6 લાખ 79 હજારનો મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠા
બનાસકાંઠા

માવસરી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દૂધના ખાલી કેરેટ ની આડમાં દારૂની હેરાફેરી ઝડપી 6 લાખ 79 હજારનો મુદ્દામાલ કબ્જે માવસરી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ગાડી દૂધના ખાલી કેરેટ ની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે જેમાં માવસરી પોલીસે રાજસ્થાન તરફથી આવતા ગાડી ને રોકાવી તપાસ કરતા તેમાંથી દારૂની 2076 બોટલો મળી આવતા કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર માવસરી પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે સમય દરમિયાન પોલીસને બાતમી હકીકત આધારે એક રાજસ્થાન તરફથી સફેદ કલરની ગાડી આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરી હતી જેમાં માલ વાહન ગાડી GJ 03 Bv 3213 માંથી દુધના ખાલી કેરેટની આડમાં દારૂની બોટલો કુલ 2076 મળી આવી હતી જેની કિંમત 3 લાખ 79 હજાર 390 રૂપિયા નો કબજે કરી કુલ મુદ્દામાલ કબજે કરી ગાડી નો ચાલક અંધારા નો લાભ લઈ પોલીસ ને ચકમો આપી ત્યાં થી નાસી છૂટ્યો હતો જોકે પોલીસે ગાડીની સહીત મુદ્દામાલ કબજે ગાડીના ચાલક પર ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.