ધાનેરા ખાતે બોર્ડની પરીક્ષા દરમિયાન બે પ્રકારની ગેરરીતિ બહાર આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડમી બનીને આવેલ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ : ૩ ગેરહાજર શિક્ષકો સામે કાર્યવાહી

ધાનેરા તાલુકામા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં બે અલગ અલગ ગેરરીતિના બનાવ સામે આવ્યા છે.જેમાં ગત રોજ સૂર્યોદય કોલેજ કેમ્પસમા એક ડમી વિદ્યાર્થી મળી આવ્યો હતો.જેને લઇ આજે બન્ને વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદી જેન્તીભાઈ પટેલે પ્રદીપભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (મોટા મેડા) અને અનિલભાઈ રમેશભાઈ ચૌધરી (કોટડા ધાખા) સામે પોલીસ ફરિયાદ આપી છે.ગત રોજ ધોરણ 12 નાં ભૂગોળના પેપરમા અનિલની જગ્યાએ પ્રદીપ પરીક્ષા આપતા તપાસ દરમિયાન મળી આવ્યો હતો.

આજ રીતે ગત સોમવારના રોજ વિવેકાનંદ વિદ્યાલયમા પરીક્ષા દરમિયાન સુપર વિઝન માટે ત્રણ શિક્ષકો ના આવતા પરીક્ષા સમયે અવગડતાં ઉભી થઇ હતી.આ મામલે સ્થળ સંચાલકે પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની ગેરહાજરી મામલે રજૂઆત કરતા જે ત્રણ શિક્ષકો  નીરક્ષકની ફરજ પર પહોંચ્યા નં હતા તેમને ખુલાસા માટે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ હાજર  થવું પડ્યું  હતું. જો કે એક માત્ર વિવેકાનંદ વિદ્યાલય કેપ્સમા 50 પ્રાથમિક શાળાના શિક્ષકોની ફાળવણી કરાઈ હતી.પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ ખરા સમયે અરસપરસ નીરકક્ષોની વ્યવસ્થા કરી  શક્યા નહતા.જો કે બોર્ડની પરીક્ષા ને લઈ મામલો ગંભીર જણાતા ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ત્રણ શિક્ષકોના જવાબને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ હાજર થવા માટે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.