16 માર્ચ થી 25 માર્ચ દરમિયાન હોળાષ્ટક હોવાના કારણે ધુળેટી સુધી શુભ કાર્યો કરવા અશુભ મનાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

( અહેવાલ : નરસિંહ દેસાઈ વડાવલ )

બનાસકાંઠા જિલ્લામાં 25 માર્ચ સુધી શરણાઈઓના સુર અને ઢોલ ઢબૂકતા બંધ થશે આવતીકાલ થી  હોળાષ્ટક શરૂ થતા માંગલિક સહિતના શુભ કાર્યો પર લાગી બ્રેક 16 માર્ચ થી 25 માર્ચ દરમિયાન હોળાષ્ટક હોવાના કારણે ધુળેટી સુધી શુભ કાર્યો કરવા અશુભ મનાશે

હોળાષ્ટક કમુરતા દરમિયાન ધાર્મિક કાર્ય સહિત પુજાપાઠ થઈ શકે છે : આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય કરવા માટે મુહર્ત જોવા નું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે વર્ષ દરમિયાન આવતા વિવિધ કમુરતાઓ માં શુભ અને માંગલિક કાર્યો કરી શકાતા નથી તે જ રીતે હોળી પર્વ પહેલા આઠ દિવસના આવતા હોળાષ્ટક માં પણ શુભ અને માંગલિક કાર્યો કરવા માટે અશુભ માનવામાં આવે છે જેથી કરી આઠ દિવસ સુધી આવા શુભ કાર્યો કરવા પર બ્રેક લાગી જતી હોય છે ત્યારે ૧૬ માર્ચ થી હોળાષ્ટક બેસી જતા શુભ કાર્ય થશે નહીં પરંતુ આ સમય દરમિયાન વિવિધ પૂજાપાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો લોકો કરતા હોય છે પરંતુ લગ્ન વાસ્તુ કે નવા ધંધા રોજગાર ની શરૂઆત આ દરમિયાન લોકો કરતા નથી આ વર્ષે ૨૪ માર્ચના રોજ હોલી અને ૨૫ માર્ચ ના ધુળેટીનું પર્વ મનાવવામાં આવશે

હોલીકા દહન પાછળ એક લોકવાયકા રહેલી છે: એવું કહેવામાં આવે છે રાજા હિરણ્યકશ્યપ અને તેની બહેન હોલીકા દ્વારા તેમના પુત્ર પ્રહલાદ ને ભગવાનની ભક્તિ થી દુર કરવા સતત આઠ દિવસ સુધી ત્રાસ આપ્યા બાદ હોળીના દિવસે અગ્નિમાં જલાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી લોકો આઠ દિવસ સુધી હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરતા નથી.

હોળાષ્ટક શરૂ થતા બજારો પણ સુમસામ બનશે: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની સિઝન જોવા મળી રહી હતી જેના કારણે બજારોમાં પણ લોકોની ચહલ પહલ રહેતી હતી પરંતુ હોળી પૂર્વે આવતાં આઠ દિવસના હોળાષ્ટક દરમિયાન માંગલિક અને શુભ કાર્યો થતાં ન હોવાથી બજારોમાં પણ લોકોની અવરજવર ઓછી થઈ જશે.

24 મી માર્ચે હોલી અને 25મી માર્ચે રંગબેરંગી ધુળેટી નું પર્વ મનાવવામાં આવશે: આગામી તારીખ 24 માર્ચ ના રોજ હોળીનું પર્વ સવારે ૯:૫૪ કલાકથી શરૂ થશે જે બીજા દિવસે 25 માર્ચના બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે એટલે કે 24 માર્કના રોજ આવશે હોળી નું પર્વ મનાવવામાં આવશે  જ્યારે 25મી માર્ચના રોજ ધૂળેટી ઉજવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.