થરાદમાં નાળાની કામગીરીના કારણે બે કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈન શાળાનાં બાળકો પણ વાહનોમાં અટવાયાં

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં નાળાની કામગીરીના કારણે બે કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈન ડાયવરજન આપવામાં નહી આવતાં શાળાનાં બાળકો પણ વાહનોમાં અટવાયાં થરાદમાં તંત્ર દ્વારા ફોરલેન રોડના નાળાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પરંતુ ડાયરવજનના અભાવે સવારે બે કિમી સુધી વાહનોની કતારો જામી હતી.જેમાં શાળામાં અવરજવર કરતાં બાળકો પણ વાહનોમાં ફસાઇ જવા પામ્યાં હતાં.

થરાદ સાંચોર હાઇવે પાણીના ટાંકા પાસેથી અને દુધશીત કેન્દ્ર સુધી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં હાઈવે રોડ ઉપર આવેલી સોસાયટીઓ આગળ નાળાં નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે ધરણીધર હોસ્પિટલ પાસે તેમજ વિશ્રામગૃહ જવાના માર્ગ પાસે પણ નાળા નાખવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇને વનવે  રોડ કરવામાં આવ્યો છે.બીજી બાજુ મોટા ભારે વાહનો પણ થરાદમાં પસાર થતા હોય છે.આથી ગુરૂવારે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.વાવ હાઇવે પર બે કિમી લાંબી કતારો જામી હતી. જેમાં વહેલી સવારની શાળાઓ હોવાના કારણે બાળકો પણ શાળાઓમાંથી છુટ્યાં હતાં.આથી તેઓ વાહનોમાં ટ્રાફિકમાં ફસાઇ જવા પામ્યાં હતાં.આથી ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા ભારે વાહનોને પાણીના ટાંકાથી ઢીમા ત્રણ રસ્તા અને નાળાની કામગીરી આજુબાજુ ડાયવરજન આપવામાં આવે તેવી માંગ ઉઠવાપામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.