થરાદ પંથકમાં લાયસન્સ વિના ઓવરલોડ ભરેલા ડમ્પર દોડાવતા ચાલક ઉપરાંત ડમ્પર માલિક વિરુદ્ધ કાયૅવાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ વિસ્તારમાં માતેલા સાઢની માફક ઓવરલોડ રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ થરાદ ડીવાયએસપીની કાયૅવાહી: થરાદ પંથકમાં રેતી ભરીને ચાલતા ડમ્પર ચાલકો નો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે જોકે કેટલાક ડમ્પર ચાલકો દારૂનું સેવન કરીને ડમ્પર ચલાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડમ્પરમા ઓવરલોડ રેતી ભરેલી હોવા છતાં ગતિ મર્યાદા ખુબ વધારે રાખી માતેલા સાઢની માફક બેફામ દોડાવતા હોવાથી પસાર થતા વાહન ચાલકોમા ભયનો માહોલ સર્જાયો છે.

જોકે થરાદ ડી.વાય.એસ.પી એસ.એમ.વારોતરિયા દ્વારા એક ડમ્પર ઝડપી ખાણ ખનિજ વિભાગને સોંપી કાયૅવાહી કરાવવામાં આવી હતી તેમજ ડમ્પર ચાલક પાસે લાયસન્સ પણ ન હોવાનું જાણવા મળ્યું હતું જોકે આવા લાયસન્સ વિના ઓવરલોડ ભરેલા ડમ્પર ચલાવતા ડ્રાઈવર ઉપર કાયૅવાહી કરવામાં નહિ આવે તો નિર્દોષ લોકોના જીવ લેતા આ ડમ્પર ચાલકો નહિ અચકાય જેથી આવા લાયસન્સ વિના ડમ્પર ચલાવતા ડ્રાઈવરો તેમજ ઓવરલોડ રેતી ભરીને સરકારી તિજોરી ને નુકસાન પહોંચાડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ ખનિજ વિભાગ કાયૅવાહી કરે તે જરૂરી બન્યું છે.

થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયા દ્વારા ઝડપાયેલા ડમ્પર જી.જે ૦૮ એ.યુ ૯૨૨૬ નો ચાલક લાયસન્સ વિના હોવા છતાં ડ્રાઈવરને બચાવવાનો પ્રયત્ન કરતા ડમ્પર માલિક વિરુદ્ધ સરકારી કમૅચારીને ફરજમાં અડચણ ઉભું કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.