પાંથાવાડામાં પીવાના પાણીનો કકળાટ : પાણી નહી તો વોટ નહીં

બનાસકાંઠા
બનાસકાંઠા

જ્યારે બીજી બાજુ પીવાના પાણીનો વેડફાટ, મહીલાઓ રજુઆત કરવા પહોંચી ગ્રામ પંચાયત કચેરીએ: બનાસકાંઠાના પાંથાવાડામાં ભર ઉનાળે પીવાનું પાણી ન મળતાં મફતપૂરા વિસ્તારની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી. પાણી નહી તો વોટ નહીં ની આપી ચિમકી.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગ્રામ પંચાયત અણધડ વહીવટ ને લઈ છેલ્લાં કેટલાય સમયથી વિવાદ મા ચાલી રહી છે ત્યારે તાલુકા નુ મુખ્ય વેપારી મથક ગણાતું પાંથાવાડા 10,000 થી વધુ વસ્તી ધરાવતુ ટાઉન છે. પાંથાવાડામાં ભર ઉનાળે છેલ્લાં કેટલાય સમયથી પીવાનું પૂરતું પાણી મળતું નથી અને મળે છે તો વધુ ટીડીએસ વાળું ખારું પાણી મળે છે જે આરોગ્ય માટે જોખમી બની રહ્યુ છે. જ્યારે મફતપુરા વિસ્તારની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ રજુઆત કરવા પહોંચી હતી પરંતુ સરપંચે જવાબ ન આપતાં રજુઆત કરવા ગયેલી મહીલાઓ એ પાણી નહી તો વોટ નહીં નો મક્કમ નિર્ધાર કર્યો છે.

જ્યારે બીજી બાજુ પીવાના પાણીનો વેડફાટ : ત્યારે એક બાજુ પાણી પુરવઠા ની પીવાના પાણીની પાઇપ લાઇન મા લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. જો કે રખેવાળ ન્યુઝ ના સંવાદ દાતા એ પાંથાવાડા સરપંચ નો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે શું કામ છે જ્યારે પાણી ન આવવા ની રજુઆત કરતા તેમણે જણાવ્યું હતું કે હું અત્યારે હૉસ્પિટલ છુ તેમ કહી જવાબ આપવાનું ટાળી દીધું હતું. આમ પાંથાવાડા ગ્રામ પંચાયત ના ઉડાઉ જવાબ ને લઈ અત્યારે તો સ્થાનિક લોકો મા રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ બાબતે સ્થાનિક તંત્ર પગલા લેશે કે નહિ??


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.