ડીસાની નવજીવન બી.એડ કોલેજમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભા ચૂંટણી 2024 અન્વયે ગુજરાત રાજ્યની 26 બેઠકો માટે  તા.7 મે ના મતદાન યોજાનાર છે. આ રાષ્ટ્રીય મહાપર્વમાં પોતાના મત થકી અમુલ્ય યોગદાન આપી લોકશાહી મજબુત થાય તેવા હેતુથી નવજીવન બી.એડ્. કોલેજમાં મતદાન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા અને “હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવજીવન બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓએ “આપણો મત અમૂલ્ય,હું મતદાન અવશ્ય કરીશ ના બેનર પર સહી કરી હતી અને મતદાન એ જ મહાદાનનો સંકલ્પ  કર્યો હતો. આ કાર્યક્રમમાં યુવાનોમાં મતદાન જાગૃતિ આવે તેવા હેતુથી સેમેસ્ટર -2 ના તાલીમાર્થીઓએ અલગ અલગ થીમ ઉપર સરસ ચિત્રો દોર્યા હતા.

જેમાં હુ મતદાન કરીશ, બીજા લોકોને મતદાન કરવા પ્રેરીત, સો ટકા મતદાનનો હું સંકલ્પ લઉં છું, લોકશાહીના આ પર્વમાં ઉત્સાહથી ભાગ લઈશ તેવા ઉત્સાહથી ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ  પ્રસંગે પ્રિન્સિપાલ ડૉ.સોનલબેન પ્રજાપતિ, અધ્યાપક ડૉ. અમિતકુમાર સોલંકી, ડૉ. નીરવભાઈ પરમાર, જયેશભાઈ ઠક્કર, રમેશભાઈ પટેલ, દશરથભાઈ સાંખલા, આશાબેન ચૌધરી, લાઇબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.