ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વૈજ્ઞાનિક ડૉ યોગેશ પવાર ને રાજ્યપાલે એવોર્ડ એનાયત કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેડૂતોને તાલીમ, નિદર્શન, ટેલીફોનીક, સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમ દ્વારા યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે

બનાસકાંઠા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસાના વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારે ખેડૂતોને ચીલાચાલુ અને પરંપરાગત ખેતી છોડાવી આધુનિક ખેતી તરફ વાળીને પગભર કરવામાં મદદરૂપ થયા છે. ખેડૂતોને સાચુ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પરિણામે ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવતા થયા છે. તેના ભાગરૂપે આજે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષી યુનિવર્સિટી ખાતે ૧૯ માં પદવી સમારોહ કાર્યક્ર્મમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત દ્વારા પ્રતિષ્ઠિત એવું Best Extension Educationist Award  આપીને સન્માનિત કરવામાં આવ્યો. જેમાં સન્માનપત્ર અને  ૫૦,૦૦૦ રોકડ રકમનું સમાવેશ હતો.

ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડો.યોગેશ પવાર છેલ્લા આઠ વર્ષથી ખેડૂતોને તાલીમ, નિદર્શન, ટેલીફોનીક, સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમ દ્વારા યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.છેવાડાના ગામના ખેડુતોને પણ ક્રોપ કવર તકનિકીનું ઉપયોગ કરવાની શરૂઆત કરાવી જેના દ્વારા ઓફસિઝનલ પાક ઉત્પાદન કરી સારા એવા બજારભાવ મેળવી ખેડૂતો વધુ કમાણી કરી રહ્યા છે.આ ઉપરાંત મરચા અને ટેટી આંતર પાક તકનીક વિકસાવેલી છે. જેના કારણે એક જ જમીનમાં એક સાથે બે પાક લઇ શકાય છે. એક ખર્ચમાં બે પાકની આવક મેળવી શકાય છે.શક્કરટેટી અને તરબૂચનો ધરુથી વાવેતર કરવાની શરૂઆત કરાવતા ગત વર્ષે 20 લાખ જેટલા રોપાનું વાવેતર કરાયું હતું.ચાલુ વર્ષે 76 લાખ રોપાથી વાવેતર કરાયું છે. આ તકનીકી દ્વારા 20 દિવસ વહેલું માર્કેટમાં ટેટીનો વેચાણ થાય છે. જેનાથી સામાન્ય કરતા બમણા ભાવ ખેડૂતોને મળ્યા છે અને પાણી, ખાતર, દવાનો ખર્ચ ઘટી જાય છે.

કૃષિ વૈજ્ઞાનિક ડો યોગેશ પવાર ના માર્ગદર્શન હેઠળ ખેતીમાં મેળવેલ સિદ્ધિના રૂપે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને 20 જેટલા એવોર્ડ મળ્યા છે. જેમાં રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાના છે. જેમાં ભારતનો પહેલું બ્રાન્ડ એમ્બેસેડર ખેડૂતો તેમજ ઈનોવેટીવ એવોર્ડ પણ સામેલ છે. ડો. યોગેશ પવારને પણ એમની ખેડૂતો માટે કરેલ ઉલ્લેખનીય કામગીરી માટે 16 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના એવોર્ડથી પણ સન્માનિત થયા છે ત્યારે દાંતીવાડા કૃષી યુનિવર્સિટી ખાતે ૧૯ માં પદવી સમારોહ કાર્યક્ર્મમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત દ્વારા પ્રતિષ્ઠિત એવું Best Extension Educationist Award  આપીને સન્માનિત કરતા ૫૦,૦૦૦ રોકડ રકમનું પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી ક્ષેત્રે એક સિઝનમાં ત્રણ થી 12 લાખ સુધીની આવક રળતા થયા છે ડીસા ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અનેક ખેડૂતો એક સિઝનમાં 3 લાખથી 12 લાખ સુધીની આવક કરતાં થયાં છે. અત્યારે 12 જેટલી મોટા પાયે નર્સરી સ્થાપીને અને  155 જેટલા ખેડૂતો ધરું ઉછેર કરે છે ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમવાર જીરેનીયમ અને બનાસકાંઠામાં ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરી, ફળ પાકોનું ATM મોડેલ, પ્રાકૃતિક ખેતીનો પંચસ્તરીય મોડેલ, મશરુમની ખેતીની શરૂઆત કરાવી છે.જેથી પાકોનું વિસ્તાર દર વર્ષે વધતો જઇ રહ્યો છે

જિલ્લાના અનેક યુવાનો ને નર્સરી તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અન્ય જિલ્લાઓમાંથી રોપા લાવીને શાકભાજીની ખેતી કરતા હતા પરંતુ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો યોગેશ પવારે જિલ્લાના અનેક યુવાનોને નર્સરી માટે તાલીમ આપી હતી. નર્સરી વ્યવસાયમાં ઉતાર્યા હતા જેના કારણે ખેડૂત યુવાનો હાલમાં સારી એવી વધારાની આવક મેળવી રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.