મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની મિટિંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લામાં વધુ મતદાન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિવિધ માધ્યમો દ્વારા કરશે પ્રચાર

લોકસભા ચુંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોની સહભાગીદારી વધે તે માટે Turnout Implementation Plan (TIP)ની અમલવારી અર્થે સમગ્ર રાજ્યમાં એકરૂપે ૧૫ દિવસ સુધી ઈન્ટેન્સીવ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા ચુંટણી અધિકારી વરૂણકુમાર બરનવલના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે મીટીંગ મળી હતી.

સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જિલ્લાના જુદા જુદા ઈન્ફ્લુએન્સરની આ મિટિંગમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં શહેરી એરિયામાં ઓછું મતદાન, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઓછું મતદાન, એથિકલ વોટિંગ જેવા કારણોસર જિલ્લામાં કેટલાક બૂથો પર ઓછું મતદાન થાય છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને સ્ટેટ કક્ષાએથી આવતા ઓડિયો મેસેજ, વિડિયો મેસેજ, જિંગલ્સ વગેરે પોતાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્ષ, યુ ટ્યુબ જેવા સોશિયલ મીડિયા માધ્યમમાં શેર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચુંટણી અધિકારીએ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ ના થાય તેવી રીતે મતદાન જાગૃતિ માટે નાગરિકોને મતદાન માટે અપીલ કરતા ગીત, રીલ્સ, મેસેજ બનાવી લોકશાહીના આ મહાપર્વમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.

આ મિટિંગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવી, સ્વીપ  નોડલ અધિકારી વી.એમ.પટેલ, MCMC નોડલ અધિકારી કુલદીપ પરમાર, જિલ્લા ICT અધિકારી જીગરભાઇ પ્રજાપતિ તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.