ડીસા દક્ષિણ પોલીસની ટીમે જુગાર રમતા 9 શખ્સો ને ઝડપી પાડયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસે જુગારનો સાહિત્ય રોકડ રકમ સહિત 20140 નો મુદ્દા માલ જપ્ત કર્યો: બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી સમગ્ર જિલ્લામાં દારૂ અને જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યાર ખાનગી બાતમીના આધારે શહેરના હરિઓમ સ્કૂલ સામે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને રંગે હાથ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ બી.પી.મેઘલાતર પી એસ આઈ  જે.એસ.ગઢવી ગઈકાલે સ્ટાફના પ્રવિણભાઈ જગાણીયા રમણલાલ,ઈશ્વરભાઈ, વિરસંગભાઈ, રામજીભાઈ, મહેશકુમાર,ચંદ્રીકાબેન, સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરની સેન્ટ ઝેવીર્યસ સ્કુલની સામે પાર્લરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈ ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમે છે જેથી પોલીસે તાત્કાલિક. આ સ્થળ ઉપર રેડ કરતા જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેમની પાસેથી જુગારનો સાહિત્ય રોકડ રકમ મળી ફૂલ ૨૦૧૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ (૧) ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી રહે.વણજારાવાસ વ્હોળામાં ડીસા (૨) સાજન સુરેશભાઈ માળી રહે.ક્રિષ્ણાવીલા સોસાયટી ડીસા(૩) નારણભાઈ ભેમાજી માજીરાણા રહે. વણજારાઆસ વ્હોળામાં ડીસા (૪) નવિનકુમાર પુનમચંદ દરજી રહે. જુનાડીસા સંઘવીવાસ તા.ડીસા  (૫) પ્રકાશભાઈ મેવાજી દેવીપુજક રહે વણજારાવાસ વ્હોળામાંતા.ડીસા(૬) જીતુભાઈ ત્રીકમલાલ મનવાળી(સિંઘી ઠક્કર) રહે પ્રિતમનગર સોસાયટી ડીસા (૭) આકાશ સુરેશભાઈ પઢિયાર(માળી) રહે ડીસા પાટણ હાઈવે ક્રિષ્ણાવીલા સોસાયટી ડીસા (૮) પરષોત્તમભાઈ અલીલભાઈ દેવીપુજક રહે આશાપુરા સોસાયટી ભાગ-૧ ડીસા(૯) રાજુસિંગ અંપુજી ઠાકોર રહે ભોપાનગર બાવાવાસ ડીસા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.