ડીસા નો હાઇવે લકઝરી ચાલકો નાં હવાલે : પોલીસની નજર સામે ખાનગી લકઝરી બસોનો અડિંગો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં જલારામ મંદિર આગળનાં મુખ્ય હાઇવે ઉપર છેલ્લા કેટલાય સમય થી ખાનગી લકજરી ચાલકો નાં હવાલે હોય તેવું લાગી રહ્યું છે અહીં સર્કલ ઉપર જ ટ્રાફિક પોલીસ ટીં.બાર.બી જવાન નો પોઇન્ટ હોવા છતાં પણ આ ખાનગી લકજરી ચાલકો સમગ્ર હાઇવે ઉપર જ લકજરી બસ પાર્ક કરી મુસાફરો ભરતા હોય છે અને તેને લીધે વારંવાર ટ્રાફિકજામ પણ થતો હોય છે.

ડીસા હાઇવે ઉપર માથાના દુખાવા સમાન બનેલ ટ્રાફિક સમસ્યા ને હળવી કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 200 કરોડ ઉપરાંતનાં ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે જોકે આ બ્રિજ બન્યા બાદ મહદઅંશે ટ્રાફિક ની સમસ્યા હળવી બની છે પરંતુ બાદ માં છેલ્લા કેટલાક સમય થી આ બ્રિજ નીચેજ ખાનગી લકઝરી ચાલકો એ પોતાનું પાર્કિગ પોઇન્ટ બનાવી અહીંથી જ પેસેન્જર ભરતા હોવાના કારણે બ્રિજ નાં નિર્માણ બાદ હળવી બનેલી ટ્રાફિક સમસ્યા ફરીવાર ઉભી થવા પામી છે વળી અહીં જલારામ સર્કલ આગળ ટ્રાફિક પોલીસ ટી.આર.બી જવાન નો પોઇન્ટ છે પોલીસ ની નજર સામે આ લકજરી બસો પેસેન્જર ભરે છે પોલીસ ની રહેમ નજર તળે જ અહીં આ લકજરી બસો અમદાવાદ, સુરત,બોમ્બે માટે ની અહીં થી પેસેન્જર ભરી રવાના થાય છે જોકે અહીં બ્રિજ નીચે આડેધડ પાર્ક કરેલી લકજરી બસો નાં કારણે અહીં દિવસ દરમિયાન અવાર નવાર ટ્રાફિકજામ થવા છતાં પણ સામે જ ઉભેલી પોલીસ ચૂપ બની આ તમાસો નિહાળે છે અને આ ખાનગી બસો સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી.

જોકે અગાઉ ડીસામાં અકસ્માત નિવારણ સમિતિ ડીસાનાં પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા અને જાગૃત નાગરિકોની રજુઆતનાં પગલે ડિસા વાસીઓની ટ્રાફિક થી મુક્તિ મળે તે માટે બ્રિજ ની માંગણી કરી હતી અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 200 કરોડ ઉપરાંત નાં ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવામાં આવ્યો હતો અને ટ્રાફિક સમસ્યા મહાદેવ અંશે હળવી બની હતી પરંતુ હાલ માં કેટલાય સમય થી અહીં બ્રિજ નીચે ઉભી ખાનગી લકજરી બસો નાં કારણે ફરીવાર ટ્રાફિક સમસ્યા માથાનાં દુ:ખાવા સમાન બની છે ત્યારે ટ્રાફિકની ગંભીર સમસ્યા બાબતે જિલ્લા પોલીસવડા યોગ્ય પગલાં લઈ બેફામ બનેલા લકજરી ચાલકો સામે શિક્ષત્મક કાર્યવાહી કરે તે અતિ આવશ્યક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.