ડીસાની યુવતીને વિધર્મી યુવકે બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો : યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના આખોલની અને નવસારી ખાતે સાસરું ધરાવતી યુવતીને વડોદરાના વિધર્મી યુવકે આયોજનબદ્ધ રીતે ફસાવી તેના પતિને જાનથી મારી નાખવાની તેમજ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પોતાના વશમાં કરી અવારનવાર બળાત્કાર ગુજારી બ્લેકમેલ કરતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને ડીસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આ અંગે યુવતીએ વિધર્મી યુવક સામે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે,ડીસાના આખોલ ગામની 25 વર્ષની યુવતીના લગ્ન નવસારી ખાતે થયા હતા. યુવતી અને તેનો પતિ છ મહિના અગાઉ ટ્રાવેલ્સની બસમાં ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા. યુવતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરે છે. તેની સાથે ટુરમાં અન્ય વિદ્યાર્થીનીઓ પણ હતી ત્યારે યુવતી પોતાના પેઈન્ટિંગ વિદ્યાર્થીનીઓને બતાવતી હતી. તે દરમિયાન બસનો ડ્રાઇવર ઇમરાન કાસમ હુસેન ઘોરી (રહે. વડોદરા ગ્રામ્ય) એ યુવતી સાથે પરિચય કેળવવા “તમારા ચિત્રો ખુબ સુંદર છે મારે પણ પેઇન્ટિંગ કરાવવા છે”તેમ કહી પરિચય કેળવતા યુવતીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી તેને આપ્યું હતું.

ત્યારબાદ ઇમરાન ધીરે ધીરે ફોન પર વાત કરી તેના પેઇન્ટિંગના વખાણ કરી તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને તેણીને વિશ્વાસમાં લઈ “હું તારા પતિનું ખૂન કરી નાખીશ” તેવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. યુવતી ડરી ગયેલ હોઇ તેમ જ ઇમરાન તેને સતત વોઈસ કોલ, વિડીયો કોલથી ફોન કરી સતત સંપર્કમાં રહેવા દબાણ કરતો હતો. જેમાં યુવતી નવસારીથી ડીસા આવી રહી હતી ત્યારે ઇમરાને વડોદરા પાસે બસ ઊભી રખાવી ચાલુ બસમાં જ સ્લીપર કોચમાં તેની સાથે બેસી ગયો હતો અને બસમાં જ તેની સાથે બળજબરીપૂર્વક સંભોગ કર્યો હતો.

ત્યારબાદ ફરીથી યુવતી ડીસાથી નવસારી આવતી હતી ત્યારે અંકલેશ્વર નજીક એક હોટલ પાસે ઇમરાન વેરના ગાડી લઈને આવ્યો હતો અને તેને ધમકી આપી જબરજસ્તી બસમાંથી ઉતારી ગાડીમાં બેસાડી પોતાની સાથે લઈ ગયો હતો અને જબરજસ્તીથી સિંદૂર પૂરી “આજથી તું મારી પત્ની છે”તેમ કહી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ તેણીને ડીસા કારમાં મુકવા આવતા ડીસા પાલનપુર હાઇવે પર રસાણા કલ્યાણપુરા પાટીયા પાસે ખેતરમાં કાર લઈ જઈ કારમાં પણ બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો.

ત્યારબાદ તેણીને ડીસા ગાયત્રી મંદિરે ઉતારતા તે રિક્ષામાં આખોલ પોતાના પિતાના ઘેર જતી હતી ત્યારે ઇમરાને પાછળ પાછળ જઈ તેના પિતાનું ઘર જોઈ લીધું હતું અને તેણીને ફોન કરી “હવે મેં તારા પિતાનું ઘર જોઈ લીધું છે અને ત્યાં આવીને હું સળગી જઈ બધાને જેલમાં પુરાવી નાખીશ” તેવી ધમકી આપી હતી.

આમ ઇમરાન દ્વારા સતત તેણીને બ્લેક મેલ કરી બળાત્કાર ગુજારતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે યુવતીએ કંટાળી ગઈ પોતાના પિતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેણીને ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગે પોલીસે યુવતીના નિવેદનના આધારે ફરીયાદ નોંધી ઇમરાન કાસમ હુસેન ઘોરી (રહે. વડોદરા ગ્રામ્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.