
ડીસામાં સર્વર ઠપ્પ થતાં નીટની પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા મુશ્કેલ
ડીસામાં આજે વહેલી સવારથી જ નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે નીટની પરીક્ષાની તારીખ ૭ મે એટલે કે રવિવારે જાહેર કરી દેવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના કેન્દ્ર સહિતની વિગતો જાણવા અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે હી.હંટ્ઠ.હૈષ્ઠ.ૈહ નામની વેબસાઈટ પર માહિતી મૂકવાની જાહેરાત કરી હોવાથી આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાનું કેન્દ્ર જાણવા માટે વેબસાઈટ ખોલી રહ્યાં છે, પરંતુ વેબસાઈટ સવારથી જ ઠપ્પ હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ સમસ્યા મામલે વાલી મનીષ જાેષી અને સાયબર કાફે ચલાવનાર દશરથભાઈએ જણાવ્યું હતું કે, આગામી ૭ મે રવિવારના રોજ નીટની પરીક્ષા યોજનારી છે. જેના માટે સરકારે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાનું સ્થળ સહિત માહિતી જાણવા માટે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે એક વેબસાઈટ જાહેર કરી છે. જેના પર આજે વહેલી સવારથી જ વિદ્યાર્થી અને વાલીઓ આ વેબસાઈટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વેબસાઈટનું સર્વર ડાઉન થઈ જતાં કોઈ જ માહિતી મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. એક તો તંત્રએ આ વખતે બે દિવસ અગાઉ જ વેબસાઈટ જાહેર કરી છે અને જાે બે દિવસ દરમિયાન એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ઊભી થાય તો હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે. માટે સરકારે તાત્કાલિક અન્ય સર્વરની વ્યવસ્થા કરી સહેલાઈથી કોલ લેટર નીકળી શકે તેવી વ્યવસ્થા કરવી જાેઈએ.
નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થી યુગ દવે અને કૃણાલ નાડોદાએ જણાવ્યું હતું કે, સરકારે ત્રણ તારીખે વિદ્યાર્થીઓની માહિતી ઓનલાઇન મુકવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે ચાર તારીખ થઇ હોવા છતાં પણ હજુ સુધી વેબસાઈટ ખુલતી નથી. એકબાજુ અમારે પરીક્ષાની તૈયારી કરવાની કે પછી સાયબર કાફેમાં ધક્કા ખાવાના. જાે અત્યારે અમને એડમિટ કાર્ડ મળી જાય તો અમને ખબર પડે કે અમારે કઈ જગ્યાએ, ક્યારે અને કેવી રીતે પહોંચવુ ? જ્યારે તંત્રને ખબર છે કે આટલા વિદ્યાર્થીઓ એક સાથે એડમિટ કાર્ડ માટે સર્ચ કરશે તો પછી તે રીતે વ્યવસ્થા કરવી જાેઈએ.ષ્ઠ