ડીસામાં ભેળસેળવાળા માવામાંથી બનેલી મીઠાઈનું ધૂમ વેચાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં કેટલાક વેપારીઓ રૂપિયા કમાવવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે.ડીસામાં ખાસ કરીને ખાદ્ય ચીજ વસ્તુઓ જેવી કે તેલ,ઘી, મરચું, હળદર અને મીઠાઈઓ જેવી ચીજ વસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવે છે ત્યારે હાલમાં રક્ષાબંધનના પર્વને લઈ શહેરમાં ભેળસેળવાળા માવામાંથી બનાવેલી મીઠાઈઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.હાલમાં સતત વરસાદી માહોલના કારણે વાયરલ બીમારીઓ વધી પડી છે.

અને ભેળસેળ વાળી અખાદ્ય મીઠાઈ આરોગવાથી ગંભીર રોગચાળાનો ખતરો મંડરાયો છે ત્યારે આ મામલે ફુડ,પાલિકા અને આરોગ્ય વિભાગ કુંભકરણની નિંદ્રામાંથી જાગી જન હિતમાં કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.