પાલનપુરમાં ધોળે દહાડે બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે ઠગાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલા બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની રૂ.50,000 ની મત્તા લઇ ફરાર

મહિલાઓએ લીંબુ બતાવતા જ ભાન ભૂલેલી મહિલાએ પંદર હજાર અને દાગીના આપી દીધા

પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં આવેલ એક બ્યુટી પાર્લરમા ગ્રાહક ના સ્વાંગમાં આવેલી બે અજાણી મહિલાએ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને પોતાની પુત્રીને તૈયાર કરવાનો ઓર્ડર આપવો છે તેમ કહી વાતોમાં વળગાડી પોતાની પાસે રહેલ લીંબુ બતાવતા બ્યુટી પાર્લર ચલાવતી મહિલા ભાન ભૂલી અજાણી મહિલાઓને રૂ.50,000ની રોકડ રકમ અને સોનાની બુટ્ટી આપી દેતા આ મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. બાદમાં મહિલા ભાનમાં આવતા તેની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતાં આ મામલે તેને પોલીસમાં જાણવા જોગ અરજી આપી હતી.

પાલનપુરમાં દિલ્લી ગેટ વિસ્તારમાં આવેલ કોટવાળી શેરીમાં બ્યુટી પાર્લર ચલાવતી શિલ્પાબેન અંકુયા નામની મહિલા પોતાના બ્યુટી પાર્લર હતી. દરમ્યાન બે અજાણી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી જણાવ્યું હતું કે, અમારા ઘરે પ્રસંગ હોઇ દીકરીને તૈયાર કરવાનો ઓર્ડર આપવો છે તેમ કહી વાતોમાં મશગુલ રાખી હતી. દરમ્યાન એક મહિલાએ તેની પાસે રહેલ પાકીટ માંથી લીંબુ કાઢી શિલ્પાબેન ને બતાવતા તેઓ ભાન ભૂલી ગયા હતા અને અજાણી મહિલાઓ તેમની પાસે પૈસા માંગતા તેમને કમાણીના 50 હજાર રોકડા અને સોનાની બુટ્ટી મળી આપી દેતા અજાણી બે મહિલાઓ આ મુદ્દામાલ લઇ ફરાર થઇ ગઇ હતી. જોકે, મહિલા ભાનમાં આવતા અજાણી મહિલાઓ દ્વારા તેની છેતરપિંડી કરવામા આવી હોવાનું માલુમ પડતાં બનાવ અંગે અજાણી બે મહિલાઓ વિરૂદ્ધ પૂર્વ પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી. ધોળે દહાડે ઘરમાં ઘૂસી મહિલાની છેતરપિંડી કરનાર બે અજાણી મહિલાઓ સીસી ટીવી કેમેરા કેદ થઇ હોઇ પોલીસે અજાણી મહિલાઓ ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.