સરહદી વાવના ઢેરીયાણા ગામે ખેતરના શેઢે આગ લાગતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઢેરીયાણા ગામે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો સરહદી વાવ તાલુકાના ઢેરીયાણા ગામે ખેતરના શેઢે આગ લાગતાં થરાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના ઢેરીયાણા ગામે પટેલ સામતાભાઇના ખેતરની હદમાં આવેલા વાડમાં અચાનક આગ લાગતાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને કોલ મળ્યો હતો. જેથી ફાયરના જવાનો તાત્કાલિક ઢેરીયાણા ગામે પહોંચી આગ અને પાણીનો મારો ચલાવી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલા એરંડાનો પાકને આગની લપેટમાં આવતા બચાવી લીધો હતો. આગ પર કાબૂ મેળવી લેતાં જાનહાનિ થવા પામી ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.