ધાનેરા પોલીસે પાયલોટિંગ કાર સાથે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી.6, 53,લાખ ના મુદ્દામાલ સાથે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો.

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રતનપુર રાજસ્થાન તરફથી આવી જડિયા થઈ થરાદ તરફ જતી મહિન્દ્રા કમાન્ડર ગાડી અને તેનું પાયલોટિંગ કરતી સ્વીફ્ટ ગાડીને પોલીસ દ્વારા રોકાવવાનો પ્રયત્ન કરતા ગાડીના ચાલકે ગાડી ના રોકી અને ભગાવતા પોલિસ દ્વારા આગળ રમુંણા ગામ પાસે ઉભેલી સરકારી પોલીસની ગાડીમાં જાણ કરતા આડસ ઉભી કરી બંને ગાડીઓને ઝડપી પાડી તપાસ કરતા સ્વીફ્ટ કારમાંથી કોઈ ગુનાહિત ચીજ મળેલ નહિ અને તેના ચાલકનું નામ પૂછતાં નામ તનુસિંહ જોરાજી રાજપૂત જણાવેલ અને બાજુમાં બેઠલ વ્યક્તિને નામ પૂછતાં ભરતભાઇ જેઠાભાઇ મેઘવાળ જણાવેલ અને  તેઓ કમાન્ડર ગાડીનું પાયલોટિંગ કરતા હોવાનું જણાવેલ જ્યારે કમાન્ડર ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮ પેટી જેની કી.રૂ.૩૩૦૨૪ મળી આવેલ જેમાં ગાડીના ચાલકનું નામ પૂછતાં મુકેશભાઈ તગાજી માજીરાણા જણાવેલ અને બાજુમાં બેઠેલ ઇસમનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મુકેશભાઈ મફાભાઈ માજીરાણા જણાવેલ બંને ઈસમોને દારૂ અંગે પાસ પરમીટનું પૂછતા કોઈપણ પ્રકારનું પાસ પરમીટ ના હોવાનું જણાતા પાયલોટિંગ સ્વીફ્ટ કાર જેની કી.રૂ.૪૦૦૦૦૦ અને દારૂ ભરેલી કમાન્ડર ગાડી કી રૂ.૨૦૦૦૦૦ અને  આરોપીઓ જોડેથી મળેલ ૪ મોબાઈલ મળી  રૂ.૨૦૦૦૦ મળી કુલ રૂ.૬,૫૩,૦૨૪ નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.