ખાનગી બસમાં લઇ જવાતા બિયર ના જથ્થા સાથે બે ઇસમો ને પકડી પાડતી ધાનેરા પોલીસ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્ય ની સરહદ ઉપર આવેલો તાલુકો છે. ધાનેરા વિસ્તારમાં થી સરકારી ખાનગી અનેક બસો અને વાહનો પસાર થાય છે. જેની સામે પોલીસ દ્વારા અનેક વાહનોમાં લઈ જવાતા વિદેશી દારૂ ને ઝડપી પાડવામાં આવે છે. આજ રીતે ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ ને બાતમી મળી હતી કે ધાનેરા થી સુરત નવસારી તરફ જતી ખાનગી લકજરી બસ મા વિદેશી દારૂ લઈ જવામાં આવે છે. હકીકત નાં આધારે ધાનેરા ટાઉન વિભાગ ના પોલીસકર્મીઓ એ રેલ્વે સ્ટેશન પાસે આવેલ રાઠોડ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ ની તપાસ કરતા બસમાં થી બિયર ની 384 બોટલો મળી આવી હતી.

બિયર ની કીમત સરકારી ચોપડે 48 હજાર નોંધાઈ સાથે બિયર નો જથ્થો સુરત સુધી લઈ જવાનું આયોજન કરી બેઠેલ બસ ચાલક અને ક્લીનર બન્ને ને ધાનેરા પોલીસ એ પકડી પાડયા છે.જેમાં બન્ને ઇસમો ધાનેરા તાલુકાનાં પેગિયા ગામ ના હોવાનું જાણવા મળ્યું છે. ફેંજમહંમદ અલાબક્ષ અને રામાભાઈ પ્રભુજી રબારી પાસે થી એક મોબાઈલ કિંમત 5 હજાર સાથે કુલ 53 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ધાનેરા પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતમાં વિદેશી દારૂ ની માગ વધુ હોવાના કારણે પૈસા કમાવવાની લાલચ માં હવે ખાનગી બસો મા પણ વિદેશી દારૂ ની હેરાફેરી થઈ રહી છે.જેની સામે ધાનેરા પોલીસ એ કડકાઈ દાખવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.