થરાદના લુણાવા કળશ ગામે શીતળા માતાના મંદિરે ભાવિકભક્તો મેળો મ્હાલવા ઉમટી પડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના લુણાવા કળશ ગામે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભાતીગળ લોકમેળો ભરાયો હતો. શીતળા માતાના મંદિરે સાતમથી શરૂ થતાં ત્રિદિવસીય લોકો મેળાનો આજથી પ્રારંભ થયો છે. મેળામાં ગ્રામપંચાયત દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.થરાદના કળશ લુવાણા ગામે કલેશહર માતાજી મંદિરના સાનિધ્યમાં ત્રણ દિવસ સુધી ચાલનારા ભાતીગળ લોક મેળાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આ મેળામાં માતાજીના દર્શનાર્થીઓ તેમજ મેળો માણવા આવેલ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.


એવી માન્યતા લોકોમાં છ કે, જે પણ વ્યક્તિની આંખ દુઃખતી હોય તો તેઓ દ્વારા માતાજીને ચાંદીની આંખ અર્પણ કરવાની માનતા રાખતા હોય છે. આ મેળામાં ચકડોળ, મોતનો કુવો અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ હીંચકા વિગેરે મનોરંજનના સાધનો ઉપલ્બધ છે. ગુજરાતભરના ભાવિભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે. મેળામાં મનોરંજન માટે જાયન્ટ ચકડોળ, શેરડી તથા પાથરણાં અને ખાણાંપીણાંની બજારો જામતાં અનેક લોકો મનમુકીને ખરીદારી પણ કરે છે.થરાદ પોલીસ દ્વારા મેળામાં અને રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ભાવિકભક્તો મેળો મ્હાલવા ઉમટી પડે છે. માતાજીના મંદિર અને પ્રવેશદ્વારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.