દાંતીવાડા તાલુકામાં મોટાં બે ડેમ છતાં પાણીના ફાંફા કેમ દાંતીવાડાના ખેડૂતોની સ્થિતિ તળાવે તરસ્યા જેવી કેમ

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા અત્યાર સુધી કેમ ન કરાઈ

શું ખેડૂતોની આ સ્થિતિ પાછળ કોંગ્રેસ ભાજપ બંને જવાબદાર: વાત છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી શબ્દથી નવાજવામાં આવતા અને બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા દાંતીવાડા ડેમની, કે જેમાં વર્ષો પહેલાંની રાજકીય સક્રિયતાના દમ પર કરાયેલી કામગીરીએ, આજે વર્ષો પછી પણ અહીંના સ્થાનિક ખેડૂતોને કિનારે તરસ્યા રાખવાનું કામ કર્યું છે.

વર્ષ 1958 માં કોંગ્રેસ સરકારના સમયમાં દાંતીવાડા ડેમનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને તે વર્ષોના સમય પછી એટલેકે 1965માં પૂર્ણ થઈ વિશાળ દાંતીવાડા ડેમ આકાર પામ્યો હતો. ત્યારના સમયમાં આધુનિકરણના અભાવે આ ડેમના નિર્માણ કાર્યમાં લોકો અને પ્રાણીઓથી કામ લેવાયુ હતું. સ્થાનિક ઘરડાં જણાવે છે કે અહીંના લાખ્ખો સ્થાનિક ખેડૂત પરિવારોએ દિવસના માત્ર 1 રૂપિયામાં કાળી મજૂરી કરી હતી. પણ મજૂરી કરનારા લોકો એ નહોતા જાણતા કે વર્ષો પછી તેમને આ પાણી કામજ નથી લાગવાનું.  અને બસ કાંઈક આજે આજ સ્થિતિ જોવા મળે છે. દાંતીવાડાના ખેડૂતોની કે જેમને કિનારે રહીને પણ તરસ્યા રહેવો વારો આવ્યો છે, કારણ કે સ્થાનિક વિસ્તારમાં સિંચાઈનું પાણી આપી શકાય તેવી કોઈજ વ્યવસ્થા કરવામાં નથી આવી. અને એટલે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવતી હોવા છતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નથી મળી શકતું.

વર્ષો પહેલાં ડેમ નિર્માણ માટે દાંતીવાડા તાલુકાના જે ખેડૂતોની હજારો હેક્ટર જમીન સરકાર દ્વારા સંપાદન થઈ હતી. તે ખેડૂતોને આજે વર્ષો પછી પણ આ ડેમનું પાણી નસીબ નથી, અને એટલે જ પાણી વિના આ વિસ્તારના ખેડૂતોની હજારો હેક્ટર જમીન પાણી વિના પડી રહે છે. આમજ વર્ષોથી આ ખેડૂતો પાણીની માંગણી સાથે પાણી માટે ફાંફા મારવા મજબૂર છે. દાંતીવાડા, ડીસા અને ધાનેરા તાલુકાના ખેડૂતો આજે જે પાણી માટે વલખાં મારી રહ્યા છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપ બંને સરકારો જવાબદાર છે. કારણ કે આ ડેમના નિર્માણ વખતે કોંગ્રેસે સ્થાનિક સિંચાઈ માટે કોઈ વ્યવસ્થા ન કરી હતી. તો બીજીબાજુ ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ સરકારે પણ ડેમોમાંથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવી કોઈજ વ્યવસ્થા નથી કરી. અને એટલે જ આ સ્થિતિ પાછળ બંને સરકારોને જવાબદાર માનવામાં છે.

સ્થાનિક લોકો જણાવે છે કે કોંગ્રેસ સમયે કરેલા કેટલાક નિયમો અનુસાર તાલુકાના દાંતીવાડા ડેમ અને અન્ય ડેમ સીપુ કે જેના નિર્માણ બાદ બન્ને ડેમના પાણી નદી મારફતે નીચાણવાળા પાટણ, રાધનપુર સહિતના કેટલાક વિસ્તારો માટે વહેતા કરવામાં આવતા હતા. પરંતુ તે વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા નર્મદાની કેનાલો આવ્યા બાદ પણ આ પાણી છોડવાનું શરૂ રાખવામાં આવતા સ્થાનિક ખેડૂતો તેને બંધ કરાવવા કાયદાકીય લડત સાથે હાઇકોર્ટે પહોંચ્યા હતા જે બાદ જુના નિયમો રદ થયા હતા અને પાણી છોડવા પર પ્રતિબંધ લાગ્યો હતો.

આશા બંધાઈ, પણ પૂરી ક્યારે થશે?: જિલ્લાભરમાં લોકોની સહકારી સંસ્થા બનાસ ડેરી અને ભાજપ સરકાર દ્વારા અનેક તળાવો નિર્માણ કરવાની કામગીરી કરવામાં આવી છે અને તે પૈકી કેટલાક તળાવો હાલમાં નર્મદાના પાણીથી ભરવાની કામગીરી પણ થઈ છે. પરંતુ દાંતીવાડામાં નિર્માણ થયેલા તળાવો જે સૌથી વધુ ખેડૂતોને લાભ આપી શકે તેવા તળાવો હજુ પણ પાણી ભાસી, ભગવાન ભરોસે યથાવત છે. જ્યાં નથી નર્મદાનું પાણી પહોંચ્યું કે નથી દાંતીવાડા ડેમમાંથી પહોંચી રહ્યું.

સંપૂર્ણ એપિસોડ નિહાળવા રખેવાળ યુટ્યુબ વિઝિટ કરો : https://youtu.be/AbKGaqYK6bY


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.