કાળઝાળ ગરમી મા ખેડૂતો ટેકા ના ભાવે રાયડા નું વેચાણ કરવા પર મજબૂર ઠંડા પાણી કેન્ટિંન તેમજ છાયડા ની વ્યવસ્થા થાય તેવી માગ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભર માં ગરમી નો પારો વધી રહ્યો છે.જો આવી આકરી મગજ પર અસર કરી ગરમી મા પણ ખેડૂતો ટેકા ના ભાવે રાયડા નું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. એક તરફ જ્યાં આરોગ્ય વિભાગ કાળઝાળ ગરમી ને લઈ આરોગ્ય લક્ષી માહિતી આપી રહ્યું છે.જેમાં 12 વાગ્યા થી લઈ 4 વાગ્યા સુધી ગરમી મા બહાર નાં નીકળવા માટે જાણવામાં આવ્યું છે.

તો બીજી તરફ ધાનેરા તાલુકા ના સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે ટેકા ના ભાવે રાયડા ની ખરીદી માટે બે કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે.દિવસ દરમિયાન 200 જેટલા ખેડૂતો વહેલી સવાર થી ટ્રેકટરો ની ટ્રોલી મા રાયડા ની બોરી ભરી લાઇન મા લાગી જાય છે.સવારે નંબર આવે એ તો ઠીક છે પણ બફોર નાં સમયે લાઇન ના ઊભા રહી ટ્રેકટરો ને આગળ કરવા ખેડૂતો માટે મુશ્કેલી ભર્યા છે.કારણ કે આગ વરસાવતી ગરમી ના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.

તો બીજી તરફ મજૂરો પણ તડકા માં રાયડા ની બોરી નું વજન કરી રહ્યા છે. ખરીદ કેન્દ્ર પર છાયડા ની વ્યવસ્થા ની સાથે ઠંડા પાણી અને ખાણી પીણી ચીજવસ્તુઓ માટે કેન્ટિંન ની વ્યવસ્થા કરવામાં આવે તો કોઈ અછનીય બનાવ અટકતો બંધ થઈ જાય તેમ છે.કારણ કે ઉનાળા ની ગરમી મા ખેડૂતો ના આરોગ્ય પર પણ અસર થઈ શકે છે.ખરીદ કેન્દ્ર પર ખેડૂતો માટે પીવાના પાણી માટે ટેન્કર મૂકવામાં આવ્યું છે.પરંતુ પાણી ગરમ થઈ જાય છે.તો બીજી તરફ ખેડૂતો નો નંબર આવે ત્યાં સુધી તેમને વૃક્ષ નીચે કે પછી પોતાના માલ ના રક્ષણ માટે ટ્રેકટર મા બેસી રેવું પડે છે.આવા સમયે થોડીક વ્યવસ્થા થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આમ તો ખેડૂતો નું શરીર દરેક ઋતુ સામે ટક્કર લઇ શકે છે પરંતુ હવે ના સમય મા ગરમી ના કારણે હિટ સ્ટ્રોક લુહ લાગવી ચક્કર આવવા આવી અનેક આરોગ્ય લક્ષી સમસ્યા થઈ શકે છે .જેના થી બચવા માટે ગરમી સામે રક્ષણ મળી રહે તે પગલાં લેવા જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.