ડીસાના જાણીતા યુવાન ઉદ્યોગપતિની ગુજરાત ચેમ્બર્સના ઉપપ્રમુખ તરીકે વરણી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસાના જાણીતા યુવાન ઉદ્યોગપતિ રામા ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ મિતુલભાઇ બાબુલાલ શાહ ગુજરાત ચેમ્બર્સના ઉપપ્રમુખ(જનરલ કેટેગરી આઉટ સ્ટેશનમા બિન હરિફ ચુંટાયા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ગુજરાતમા બેસ્ટ કવોલેટી અને એક્સપોર્ટ માટે તેઓ ગુજરાત સરકાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમની વરણીથી ડીસાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. ડીસા સ્થિત રામા ઈન્ડસ્ટ્રીઝ આઈએસઓ સર્ટીફિકેટ ધરાવે છે. તેમજ ગુજરાતમાં ગવાર ગમ ઉત્પાદન અને નિકાસમાં તેનું મોટું યોગદાન છે. મિતુલભાઈની આગવી સુઝબુઝના કારણે કંપની આજે ખૂબ જ વિકાસ સાધ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.