ડીસા નગરપાલિકાના કર્મચારીનું ચાલુ ફરજે હાર્ટ એટેકથી મોત પરિવાર અને પાલિકા વર્તુળમાં શોકની લાગણી છવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા કર્મચારીનું ચાલુ ડ્યુટીએ હાર્ટ અટેકથી મોત નિપજતા સમગ્ર પાલિકા વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ડીસા નગરપાલિકાની વોટર વર્ક શાખામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ શ્રીમાળી (રહે, આંબેડકર ચોક નજીક ભોપાનગર,ડીસા)  આજે સવારે  હિમાલય સોસાયટીમા આવેલ ડીસા નગરપાલિકાની વોટર વર્કસ સાઈટ ખાતે ફરજ ઉપર હતા. તેઓએ સવારે અલગ અલગ લાઇનના વાલ્વ ખોલ્યા બાદ તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અમૃતભાઈ શ્રીમાળી વર્ષોથી ડીસામાં વોટર વર્કસ શાખામાં ફરજ બજાવતા હતા અને પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકે તેઓની છાપ હતી. તેઓના મોતથી પરિવારજનો ઉપરાંત નગરપાલિકા વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.