ડીસાનું દિવસનું તાપમાન ૪૦.૮ ડિગ્રી ઉપર પહોંચતા અગનવર્ષા | સાંજના સમયે કેટલાક ભાગોમાં વાદળો છવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સૂર્યનારાયણનો પ્રકોપ : બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ગરમીનો રાઉન્ડ શરૂ થયો

બે દિવસથી મહત્તમ ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો તોબા પોકારી ઊઠ્યા,

બપોરના સમયે માર્ગો સૂમસામ થવા લાગ્યા | લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યુ: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ગરમી નુ પ્રમાણ વધ્યું છે જેનાં કારણે બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની રહ્યું છે. મે મહિના ની શરૂઆત માં તાપમાનનો પારો’ ૪૦ ડીગ્રી ઉપર પહોંચી જતા છેલ્લા ૨ દિવસથી ડીસા માં સતત તાપમાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર જોવા મળે છે. ગરમીનો પારો. વધતા બનાસકાંઠા વાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

જિલ્લામાં સુર્ય નારાયણ જાણે અગન ગોળા ,વરસાવતા હોય તેમ ગરમી પડી રહી છે. આકાશમાંથી જ બપોરના સમયે આકરો તાપ પડે છે. જેના લીધે લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. બપોરે આકરા તડકા ઉપરાંત સવારના સમયે અને મોડી સાંજે પણ વાતાવરણમાં બફારો જોવા મળે છે. છેલ્લા ૨ દિવસની વાત કરીએ તો જિલ્લામાં તાપમાનનો પારો સતત ૪૦ ડીગ્રી ઉપર જોવા મળે છે. જિલ્લામાં વધતી જતી ગરમીને લીધે જનજીવનને અસર પહોંચી છે. જિલ્લામાં તા. ૩ મેં ને શુક્રવારે તાપમાનનો મહત્તમ પારો ૪૦.૮ ડીગ્રી નોંધાયો છે. જે છેલ્લા ૪૮ કલાકમાં ૨ થી ૩  ડીગ્રી નો વધારો થયો છે. બીજી તરફ લઘુત્તમ તાપમાન માં  ઘટાડો નોંધાયો તો જેમાં પણ વધવાથી લોકો ને સવારથી બફારો. અનુભવતા હતા. બનાસકાંઠા જિલ્લા માં હજુ પણ ગરમી નો પારો ઉચકાચ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં 40 ડિગ્રીના તાપમાન વચ્ચે વાદળો છવાયા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ઉચકાચો છે ત્યારે શુક્રવારની સાંજે કેટલાક ભાગોમાં વાદળછાયાં વાતાવરણ જોવા મળ્યું હતું કેટલા હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાં આવનાર વેસ્ટન ડીસ્ટમ્બર્સને ની અસર ના કારણે આગામી બે ત્રણ દિવસ સુધી ગરમી વચ્ચે વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે જોકે વરસાદની કોઈ પણ સંભાવના નથી.

ગરમીમાં વધારો થતાં વધુમાં વધુ પાણી પીવાની સલાહ: ગરમીમાં વધારો થયો છે ત્યારે બપોરના સમયે લુ લાગવાની શક્યતાઓ રહે છે. ગરમીને કારણે શરીરમાંથી પ્રવાહી ખુબ જ ઝડપથી ઓછું થાય છે પરિણામે આવા સમયે વધુમાં વધુ પાણી પીવાની તબીબો સલાહ આપી રહ્યા છે. ગરમીમાં લૂ લાગે ત્યારે શરીર જકડાઈ જવાથી માંડીને તાવ પણ આવી શકે છે. જ્યારે ગરમી કારણે શરીરમાં પાણીની ઘટ થતાં થાક લાગવો, નબળાઈ આવવી, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલટી, આંતરડામાં દુખાવો, પરસેવો થવો જેવા લક્ષણો અનુભવાય છે. ગરમીમાં વાસી ખોરાક ખાવાનું ટાળી તાજો ખોરાક જ લેવા પણ સલાહ રહેલી છે.

ગરમીને કારણે ચામડીના રોગોમાં પણ વધારો: ગરમીમાં પરસેવાને કારણે ચામડીના રોગો વધ્યા છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન શરીર પર ખંજવાળ, ચામડી લાલ થઈ જવી અને શરીર પર ફોલ્લીઓ થઈ જવી જેવી સમસ્યાઓ વધે છે. મોટાભાગે બાળકોમાં ગરમીને લગતી આ સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે. ત્યારે ચામડીના રોગોથી બચવા ખુલ્લાં અને સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો ઝ જોઈએ તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.

ડીસા માં છેલ્લા ૫ દિવસનું તાપમાન

તારીખ  લઘુત્તમ તાપમાન   મહત્તમ તાપમાન

૨૯ એપ્રિલ    ૨૫.૪                   ૩૭.૮

૩૦ એપ્રિલ    ૨૩.૧.                  ૩૮.૯

૧ મે.            ૨૧.૮.                    ૩૮.૮

૨ મે.            ૨૦.૯.                   ૪૦.૭

૩ મે.            ૨૨.૪.                  ૪૦.૮


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.