ખનીજ ચોરોમાં ફફડાટ : બનાસકાંઠા ભુસ્તર વિભાગ અને એસઓજી પોલીસનું સફળ ઓપરેશન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ નદીના પટમાંથી 5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત ગેરકાયદેસર રેતી ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી અને 12 ડમ્પર કબ્જે કરી દંડકીય કાર્યવાહી: બનાસકાંઠા ભુસ્તર વિભાગ અને જિલ્લા એસઓજી પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હતી.

બનાસકાંઠામાં બનાસ નદી અને સીપુમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ ખનીજ ચોરીને અટકાવવા સતત ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહની ટીમ તેમના માર્ગદર્શન હેઠળ દોડધામ કરી રહીં છે.જેમાં ગત 19 એપ્રિલે બનાસકાંઠા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલિસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એસઓજીની ટીમ બન્નેએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાંકરેજના દુદાસણ પાસે નદીના પટમાં ચેકિંગ હાથ ધરતા ત્રણ હિટાચી મશીન જે લીઝ વિસ્તાર બહારથી સાદી રેતીનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા હતા અને તે સાદી રેતી ભરવા આવેલા 12 ડમ્પર જેમાંથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમીટ વગર ભરેલી મળી આવેલ. જયારે 11 ડમ્પર ખાલી મળી આવેલ જૅ બાબતે ભુસ્તર વિભાગે પોલીસને સાથે રાખી તપાસ કરી તમામ 12 ડમ્પરને કબ્જે કરી શિહોરી પોલીસ મથકે મુકવામાં આવેલ. જયારે ત્રણ હિટાચી મશીન કબ્જે કરી લીઝ વિસ્તારમાં સીઝ કરવામાં આવેલ. આમ કુલ રૂ.પાંચ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અને ગેરકાયદેસર ખનન થયેલ વિસ્તારની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખાણ ખનીજની ટિમ દ્વારા ગેરકાયદેસર થઇ રહેલ રેતી ખનનની માપણી હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે જણાવ્યું હતું કે ખનીજ ચોરીની ફરિયાદ મળતા જ અમારી ટીમ અને જિલ્લા એસઓજી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખનીજ ચોરી કરતા વાહનો અને મશીન કબ્જે કર્યા છે અને માપણી કરી ખનીજ ચોરીનો દંડ વસુલ કરવામાં આવશે.

ખનીજ ચોરી નાથવા ભુસ્તર વિભાગની લાલ આંખ: બનાસકાંઠા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ બનાસકાંઠામાં આવ્યા ત્યારથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયેલો છે પરંતુ ક્યાંક છાના છપને ખનીજ ચોરી કરતા ખનીજ ચોરોને પણ ઝડપવા ખાનગી વાહનોનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. અને આમ કોઈપણ ભોગે જિલ્લામાં ખનીજ ચોરી અટકે એવા પ્રયાસો ભુસ્તર શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે.જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરકારને રોયલ્ટીની આવકમાં પણ 13.86 કરોડનો વધારો થયો છે.

ઝડપાયેલ ડમ્પર

GJ02AT8150,
DD02G9998,
AS13AC5581,
GJ24X3569,
DD01P9619,
GJ24X4585,
GJ24X2181
,NL07AA4330,
DD01N9556,
GJ24X1697,
NL07AA4249,
GJ01FT4241

આ જે ડમ્પરો ઝડપાયા છે તેમાં મોટા ભાગના ગુજરાત બહારના રાજ્યોના પાર્સિંગ છે તે પણ એક તપાસનો વિષય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.