કોંગ્રેસ પણ એક્શન મોડ માં લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા હાકલ બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી કોણ?

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડ માં આવી છે. પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠન મજબૂત કરવાની સાથે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જીતવાની વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવી હતી.

કલોલનાં પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં જિલ્લા પ્રમુખ, જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પ્રમુખો, કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણી ને લઇ કોંગ્રેસ દ્વારા બેઠકો નો દોર શરૂ કરાયો છે. ત્યારે યોજાયેલી બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરાઈ હતી. આ ઉપરાંત સંગઠનનું અધૂરું કામ પૂર્ણ કરવા અને વધુ મજબૂત સંગઠન બનાવવા પર ભાર મુકાયો હતો.

બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડશે, કોંગ્રેસ પ્રમુખે કર્યો દાવો: લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. આ દરમિયાન બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી હોવાનો દાવો કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ વાતનો દાવો કરતા કહ્યુ છે કે, MLA ગેનીબે ઠાકોરે પોતાનો દાવો રજૂ કર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની દીયોદરમાં બેઠક મળી હતી: આ દરમિયાન જિલ્લા કોંગ્રેસના પ્રમુખે નિવેદન કર્યુ હતુ કે, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડવાની દાવેદારી કરી ચૂક્યા છે. પ્રમુખે બેઠક દરમિયાન નિવેદન કરતા કહ્યુ હતુ કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.