આજે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત: બનાસકાંઠા લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી. જોકે, બે દિવસની રજા બાદ સોમવારે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

બનાસકાંઠા લોકસભા સીટ પરના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલને સોમવારના દિવસે કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જશે. જોકે, ઉમેદવારીપત્ર ભરતા પૂર્વે પાલનપુર-ડીસા હાઇવે પર જોડનાપુરા પાસે કોંગ્રેસની જાહેર સભા યોજાશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, એ.આઈ. સી.સી ના પ્રભારી, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. છે.

કોંગ્રેસની જાહેર સભા બાદ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ઉમેદવારી પત્ર ભરવા ટાણે શક્તિ પ્રદર્શન કરવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. ત્યારે આજથી જિલ્લા માં રાજકીય ગરમાવો તેજ બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.