ડીસામાં સગીર સાથે બે મિત્રો વારંવાર સામુહિક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ક્લાસના જીએસ સહિત બે શખસો સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વર્ષથી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય બાદ હવે તેને બ્લેકમેલ કરી પૈસા પડાવતા પીડિત યુવકના પરિવારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી પર સામુહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ નોંધાય છે. જેમાં ભોગ બનાર સગીર શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે સમયે તેના ક્લાસમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જીએસ બન્યો હતો અને તે અવારનવાર પીડિત સગીરની દુકાને આવતા બંને વચ્ચે પરીચય થયો હતો. બાદ એક વર્ષ અગાઉ નવરાત્રિના સમયે સગીરના માતા-પિતા લગ્નમાં બહાર ગામ ગયા હતા અને સગીર ઘરે એકલો હતો. તે દરમિયાન બપોરે એકાદ વાગ્યાના સુમારે આ જીએસ સગીરના ઘરે આવી શારીરિક અડપલા કરવા લાગેલા અને શારીરીક છેડછાડ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.


જોકે બનાવના પગલે સગીર ડરી ગયો હતો બાદમાં જીએસે સગીરનો વીડિયો બનાવી જો આ વાત કોઇને કહેશે તો તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં જીએસ તેના મિત્ર રાહુલ મોદી સાથે અવાર નવાર સગીરના ઘરે જઈ તેની સાથે સાથે અડપલા કરી સામુહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા. ત્યાર બાદ હવે આ બંને શખસોએ સગીરને બ્લેકમેલ કરી તેની પાસે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જે બાબતની જાણ સગીરના પરિવારજનોને થતા તેઓ તરત જ ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને છેલ્લા એક વર્ષથી સગીર પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર જીએસ અને રાહુલ કનુભાઈ મોદી બંને સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.