દાંતીવાડા ના વાઘરોળમાં ડોકટરે ખંડણી ની ફરીયાદ નોંધાવતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડાના વાધરોલમાં ખાનગી દવાખાનામાં ફરજ બજાવતા કમ્પાઉન્ડરે બાળકને લઈ આવેલ મહિલાની છેડતી કરવા બાબતે બે દીવસ પહેલાં ફરીયાદ નોંધાઈ હતી.જો કે સમગ્ર ઘટના મા નવો વળાંક આવ્યો છે, દવાખાનાના હોમિયોપેથીક ડોક્ટરે પાંચ વિરૂદ્ધ જબરન રૂપિયા કઢાવી લેવા બાબતે ખંડણીની ફરિયાદ નોંધાવી છે નોંધાવેલ ફરિયાદમાં એક મહિલા વકીલની પણ સંડોવણી સામે આવતા પંથકના વકીલોમાં પણ ચકચાર મચી જવા પામી છે.

વાધરોલમાં ડોકટર આશિષ દવેના શિવ ક્લિનિક દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા વિપુલસિંહ લેબસિંહ ડાભીએ બાળકને સારવાર કરાવવા આવેલી મહિલાની છેડતી કરવાના મામલમાં દવાખાનાના ડોકટર પાસે મહિલાના પરિવારજન,મહિલા વકીલ તેમજ ભડથ ગામનો એક ઈસમ મળી સમાધાન કરવા 2,50000 રૂપિયાની માંગણી કરી હતી.જે આપવાની ના પાડતા રકજકના અંતે 1,50000 રૂપિયા આપો નહિ તો બે જણ નામ નિવેદનમાં લખાવી દેવાનું કહેતા ડોકટર આશિષ દવે પુરાવા સાથે પોલીસ સ્ટેશન પહોચી મહિલા વકલી સહિત પાંચની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કોની કોની સામે ખંડણીનો ગુનો દાખલ થયો.

1.લેબસિંહ મેતું સિંહ વાઘેલા રહે.ભડથ તા.ડીસા.

દિનેશ કાંતિજી મેસરા, રહે વાઘરોલ તા.દાંતીવાડા.

કાંતિજી ભેમાજી મેસરા,રહે.વાઘરોલ તા.દાંતીવાડા.

વિનોદજી કાંતિજી મેસરા,રહે વાઘરોલ તા.દાંતીવાડા.

નીપાબેન જોશી (વકીલ) રહે. ડાગીયા તા.દાંતીવાડા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.