ડીસા કોલેજમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કાર્યકારી આચાર્ય શ્રી રાજુભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં ચાલતી કેશ કમિટી અને વિમેન્સ ડેવલપમેન્ટ સેલના કન્વિનર ડો. મિતલ વેકરીયાએ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય શ્રી. રાજુભાઇ રબારીએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. IQAC કોર્ડિંનેટર પ્રો. તેજસ બી. આઝાદ સાહેબે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, માનવ અધિકારોમાં સ્ત્રીઓના અધિકારો તેમજ વિશ્વ સ્તરે સ્ત્રીના સ્થાનની આંકડાકીય માહિતી આપી હતી,

ત્યારબાદ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ સમાજમાં સંઘર્ષ ભર્યા જીવનમાંથી ઉચ્ચ સ્થાન મેળવનાર મહિલાઓની ગાથાની સુંદર રજુઆત કરી હતી. જેમાં  સામાજિક-શૈક્ષણિક, અવકાશીય, રાજકીય, આર્થિક તેમજ રમતગમત ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવનારમાં કલ્પના ચાવલા વિશે હર્ષિદા, સુનિતા વિલિયમ્સ વિશે ક્રિષ્ના, ઇન્દિરા ગાંધી વિશે વૈશાલી, સરોજિની નાયડુ વિશે સેજલ, મેરી કોમ વિશે હિરલ, અરુણીમાં સિન્હા વિશે ડિમ્પલ, કિરણ બેદી વિશે દિવ્યા, સાવિત્રી ફુલે વિશે નૈના, રાણી પદ્માવતી વિશે અંકાશ, મીરાકુમાર વિશે આશા, પ્રતિભા પાટીલ વિશે યામિની, લાતમંગેશકર વિશે આરતી, દ્રૌપદી મુર્મુ વિશે મૈત્રી વગેરે અનેક મહિલાઓના પ્રેરણાત્મક જીવનને ઉજાગર કરવા વિદ્યાર્થીઓએ સ્પીચ રજુ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મિતલ વેકરિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સ્ટાફ સાથે સમગ્ર કોલેજ શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.