બનાસકાંઠા લોકસભામાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા બેઠક પર જશુભાઈ ગમારે ઉમેદવારી નોંધાવી, અત્યાર સુધીમાં કુલ 18 ફોર્મ ભરાયા બનાસકાંઠા લોકસભામા ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે દાંતા તાલુકાના કેશરપુરાના જશુભાઈ ગમારે BAP પાર્ટી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે ભાજપ અને કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં કામ ન કરતા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસ સહિત અનેક પક્ષો અને અપક્ષો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 16 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે 18 એપ્રિલ ના 10 જેટલા ચૂંટણી શાખામાંથી ફોર્મનું વિતરણ પણ થયું છે. આજે B. A. P ના ઉમેદવારે પોતાના સમર્થકો સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે B.A. P પાર્ટીના ઉમેદવાર ગમાર જશુભાઈ એ જણાવ્યું હતું કે ભારત આદિવાસી પાર્ટી મેં ઉમેદવારી કરી છે અમારા આદિવાસી સમાજના સમર્થનથી મને આદિવાસી સમાજ સપોર્ટ કરે છે અમારા સમાજને નાના મોટું નુકસાન આ બંને સરકારો કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.