પાલનપુર નગરપાલિકાની બજેટ બેઠક યોજાશે નગરસેવકોના બારણે મોડી રાત્રે ટકોરા મારતું બજેટ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની 7 મી માર્ચે સાધારણ સભા યોજાશે. જેમાં સને-2024- 25 નું રૂ.31.92 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાશે. જોકે, એજન્ડા સાથે બજેટની કોપી ન મળતા નગરસેવકોમાં વિવાદ થતા આખરે ગત રાત્રે નગરસેવકોના ઘેર બજેટની કોપી પહોંચાડવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાની એરણે ચડ્યો છે.

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની બજેટ બેઠક 7મી માર્ચે યોજાનાર છે:  જોકે, બજેટ મંજુર કરવા મળનારી સાધારણ સભાનો એજન્ડા 28 મી ફેબ્રુઆરીએ બહાર પડાયો હતો. જે એજન્ડા ની કોપી નગરસેવકોને મોડે મોડે મળી ખરી પણ એજન્ડા સાથે બજેટની કોપી ન મળતા શાસક પક્ષ સહિત વિપક્ષના નગરસેવકો દંગ રહી ગયા હતા. જોકે, વિવાદ વધુ ગરમાતા કહેવાય છે કે, ચીફ ઓફિસરે નોટિસ ફટકારતા પાલિકાના જવાબદારો દ્વારા તાબડતોડ રાતોરાત નગરસેવકોના ઘરના બારણાં ખખડાવી નગર સેવકોને ઉઠાડીને બજેટની કોપી પહોંચાડવામાં આવી હોવાથી આજની બેઠકમાં સમયસર બજેટ ની કોપી મળી ન હોવા અંગે તથા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૂટેલા રોડ પર મારેલા થિંગડાઓ મામલે હોબાળો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.