મોટી ડુગડોલ ગામ કૂવા નજીક પડ્યો ભૂવો,કોઈ અનહોની બને તે પહેલાં ભૂવો (ખાડો) પુરાય તેવી માગ
ધાનેરા તાલુકાના મોટીડુગડોલ ગામ ખાતે આવેલા ગામ ની વચ્ચે ના ગામ કૂવા નજીક અચાનક ગઈ કાલે સાંજે મસ મોટો ભૂવો પડતા ગ્રામજનો મા ચિંતા. વર્ષો પહેલા મોટા ભાગ ના ગામો ની મધ્યે ગામો કૂવો આવેલો હોય છે .જ્યાં ગ્રામજનો કૂવા માંથી પાણી મેળવતા સાથે ગામ ના પશુઓ હોય કે ગૌવંશ ને પીવાનું પાણી મળી રહે તે માટે હવાડા બનાંવામાં આવતા હતા. સરહદી મોટી ડુગડોલ ગામમાં આવેલો છે.જો કે ગત સાંજે અચાનક ગામ કૂવા નજીક આવેલા હવાડા પાસે મસ મોટો ભૂવો પડી ગયો છે.જેને લઇ ગામ મા ચિંતા છવાઈ ગઈ છે.કારણ કે ગામ ની વચ્ચે આટલો મોટો ખાડો પડી જતાં પશુઓ અને બાળકો ના જીવ પર જોખમ મંડરાઇ રહ્યું છે.
ગ્રામજનો ના જણાવ્યા અનુસાર ભૂવાનું ઊંડાણ વધી રહ્યું છે.ભૂવા નજીક ગામ નો વર્ષો જૂનો કૂવો પણ આવેલ છે.સાથે ભૂગર્ભ ટાંકી અને ઓવર હેન્ડ ટાંકી પણ એજ જગ્યા આવેલી છે.જો સત્વરે ભૂવા નું પુરાણ ના કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.સ્થાનિક ગ્રામ પંચાયત દ્વાર પણ સરકાર ની ગ્રાન્ટ નો ઉપયોગ કરી ગામ કૂવા નું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જો કે ગત સાંજે અચાનક ભૂવો પડી ગયો છે.અત્યારે તો ગ્રામજનો ને બાવળ ના કાંટા નાખી ભૂવા તરફ જતો રસ્તો બંધ કર્યો છે.
તેમ રડમાજી ઠાકોર એ જણાવ્યું હતું કે ગામ કૂવા ની નજીક પડેલા ભૂવાનું પુરાણ ઝડપી ગતિ એ નહિ કરવામાં આવે તો રખડતા પશુઓ અંદર પડી શકે છે.જેથી સ્થાનિક તંત્ર મુશ્કેલી વધે એ પહેલાં ભૂવા નું પુરાણ કરે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. મોટીડુગડોલ ગામ માં વર્ષો જૂનો ગામ નો કૂવો કહેવાતો જ્યાં ગ્રામજનો પાણી ભરવા જતા હતા અને હવાડા થી પશુઓ પાણી પિતા હતા.