ખાનગી પેપર કતરણ કરતાં કારખાનામાંથી વિવિધ ધોરણના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં પેપર કતરણના કારખાનામાં શાળાના પુસ્તકો મળી આવતાં ચકચાર મચી, અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી: થરાદ નગરમાં આવેલ ખાનગી પેપર કતરણ કરતાં કારખાનામાંથી વિવિધ ધોરણના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યાં હતાં. જેને લઇ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. વર્ષ 2023/24ના વર્ષના નવા નક્કોર પુસ્તકો મોટી માત્રામાં બારોબર પસ્તીમાં વેચવા વેચાણ થતું હોવાથી અનેક ચર્ચાઓ કારખાનામાં કોઈક સ્કૂલે મોટી માત્રામાં નવા નક્કોર પુસ્તકો બાળકોને આપવાના બદલે આપ્યા પસ્તી દીધાં હોવાની ચર્ચા પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતાં અલગ અલગ ધોરણ અને વિષયના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા હતા.

પાઠયપુસ્તક મંડળ દ્વારા જે સરકારી શાળામાં નિઃશુલ્ક અપાતા પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા હતા. નગરમાં આવેલ કે.આર.ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પસ્તીને કતર કરવામાં આવે છે. જેના બાદ દાડમના પેકીંગમાં આ કતરનો ઉપયોગ ઉપ્યોગ થાય છે. આ અંગે ટીપીઓએ કહ્યું હતું કે, જે આ ગોડાઉનમાંથી પુસ્તકો મળી આવ્યાં છે જે પુસ્તકમાં વર્ષે 2023/24 જે સ્વાધ્યપોથીઓ છે અને બેથી ત્રણ કોથળા છે. આ તમામ પુસ્તકો ભેગા કરાવી જેની યાદી બનાવી હું જિલ્લા કક્ષાએ રીપોર્ટ કરીશ અને જે પણ કાર્યવાહી થશે એ ઉચ્ચ કક્ષાએથી થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.