નકલી ધી નો કાળો કારોબાર : ડીસાના માલગઢ ગામના એક ઇસમ પાસેથી પોલીસે નકલી ઘી નો જથ્થો જપ્ત કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

આગથળા પોલીસ ની હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન બનાવ સામે આવ્યો

પોલીસ અને ફ્રૂડ વિભાગની ઇસમ ના ધરે તપાસ કરતા શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી

ડીસાના માલગઢ ગામ ના એક ઇસમ પાસે થી શંકાસ્પદ ઘી મળી આવતા પોલીસ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડીસા તાલુકાના માલગઢ ગામના દેવાભાઈ માળી પાસે થી આગથળા પોલીસે શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.

આગથળા પોલીસ  ડીસા થરાદ હાઇવે પર પેટ્રોલિંગમાં વાહન ચેકીંગ કરી હતી તે સમયે એક ગાડી શંકાસ્પદ લાગતા તે ગાડીને થોભાવી હતી અને અંદર થી તલાસી લેતાં ગાડી માંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા દેવા માળી નામના યુવકની પૂછપરછ કરી તેની પાસેથી બિલો માંગતા કોઈ જ બીલ મળી ન આવતા ધી  શંકાસ્પદ હોવાનું જણાયું હતું.

જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિતની શખસની અટકાયત કરી હતી. બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી ત્યારબાદ દેવા માળીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા દેવા માળીના ઘરેથી બનાસ ઘીના લેબલ વાળા ખાલી ડબા, ઢાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.