પાલનપુર ખાતે ભાજપનો રોડ-શો યોજાયો : ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ કર્યો લોક સંપર્ક

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે આજે ભાજપના મહિલા ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો હતો.

બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગ અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોક સંપર્ક બાદ હવે ઉમેદવારો રોડ-શો યોજી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા લોકસભાના ભાજપના મહિલા ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ પાલનપુર ખાતે આજે રોડ શો યોજી શહેરીજનોનો લોક સંપર્ક કર્યો હતો. રોડ શો દરમિયાન પ્રજાજનો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદને લઈને બનાસકાંઠાની સીટ જીતવાની સાથે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન પદે હેટ્રિક કરશે તેવો આશાવાદ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે વ્યક્ત કર્યો હતો.

નવા ગંજ બજારથી નીકળેલા રોડ-શો માં બાઇકો સાથે ભાજપ ના કાર્યકરો અને તેઓના ટેકેદારો જોડાયા હતા. આ રોડ શો દરમિયાન આતશબાજી કરી જેસીબીથી પુષ્પવર્ષા કરી ઠેરઠેર સ્વાગત કરાયું હતું. આ રોડ શો માં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા ભાજપ-શહેર ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.