બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં બદલાતા મોસમના મિજાજ વચ્ચે ઉનાળુ વાવેતર ની શરૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ : નરસિંહ દેસાઈ વડાવલ)

જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મગફળી બાજરી સહિત તરબૂચ શકરટેટી અને ઘાસચારાનું બહોળાપ્રમાણમાં વાવેતર ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અત્યાર સુધી 21 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી થી ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ

ખેતી ક્ષેત્રે મહત્વ પણ ગણાતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં બદલાતા હવામાનની અસર વચ્ચે અત્યાર સુધી 21516 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થવા પામ્યું છે અને આગામી સમયમાં વાવેતરમાં વેગ પકડાશે પરંતુ હવામાન વિભાગની કમોસમી આગાહીને લઈ ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ઉનાળુ પાકોનું વાવેતર 21522 હેક્ટર જમીનમાં થયું છે જેમાં  700 હેક્ટર જમીનમાં તડબુચ સહિતના અન્ય બાગાયતી પાકોનું વાવેતર થવા પામ્યું છે. જેમાં સૌથી વધુ 9548 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. આ ઉપરાંત બાજરીનું 6024 હેક્ટરમાં, શાકભાજીનું 2355 હેક્ટરમાં, મગફળીનું 2314 હેક્ટરમાં, મકાઈનું 193 હેક્ટરમાં, મગનું 128 હેક્ટરમાં, ડાંગરનું 125 હેક્ટરમાં, તલનું 79 હેક્ટરમાં, ગુવારનું 47 હેક્ટર અને ડુંગળીનું ૩ હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત 700 હેક્ટર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર થયું છે. જેમાં 375 હેક્ટર જમીનમાં તડબુચનું વાવેતર થયું છે. જ્યારે 325 હેક્ટરમાં અન્ય ફળ પાકોનું વાવેતર થયું છે

ઉનાળુ સિઝનમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થતું હોય છે: ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઉનાળું સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થતું હોય છે પરંતુ હજુ બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન લેવાની કામગીરી ચાલુ હોવાથી અત્યારે ઉનાળો સિઝનનું ધીમી ગતિએ વાવેતર શરૂ થયું છે ત્યારે ઉત્તર ગુજરાતના  સાબરકાંઠા જિલ્લામાં 17798 હેક્ટર મહેસાણા માં 4731 હેક્ટર, પાટણ માં 4711 હેક્ટર, બનાસકાંઠા માં 3961 હેક્ટર અને અરવલ્લી જિલ્લામાં 1021 હેક્ટર વાવેતર થઇ ચૂક્યું છે.

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ની આગાહી: રાજ્યના ખેડૂતો માટે વધુ એક સંકટ આવી ઊભું થયું છે ત્યારે આગામી પહેલી માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થવાની શક્યતાઓને લઈ ખેડૂત વર્ગમાં ચિંતા નો માહોલ સર્જાયો છે

બદલાતા હવામાનની અસરો પણ ખેતી ક્ષેત્રે પડી રહી છે: એક બાજુ ઉનાળુ સીઝન ના વાવેતર નો સમય થઈ ચૂક્યો છે પરંતુ સતત બદલાતા વાતાવરણ વચ્ચે અને ફરી પાછી ઠંડીનું પ્રમાણ વધતા ઉનાળુ વાવેતર પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતો અત્યારે ધીમી ગતિએ ઉનાળું સિઝનનું વાવેતર શરૂ કર્યું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.