બનાસકાંઠા આરટીઓ કર્મીઓ આંદોલનના માર્ગે પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી કર્યો ઘંટનાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

4 થી માર્ચે માસ સી.એલ. પર ઉતરી ગાંધીનગર રજુઆત કરવા જવાની ચીમકી

સરહદી બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનો બાદ હવે આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારી ઓએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં આજે તેઓએ કાળી પટ્ટી ધારણ કરી ઘંટનાદ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

બનાસકાંઠા આરટીઓ કચેરીના કર્મચારીઓના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું, ટ્રાન્સપોર્ટરોના હુમલા સામે રક્ષણ આપવા, ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું તેમજ એક અઠવાડિયું નાઈટ શીફ્ટમાં પૂરતી સુવિધાઓ ન મળવી જેવા વિવિધ પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાક દિવસથી આંદોલન નો માર્ગ અપનાવ્યો છે. જેમાં આજરોજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમની માંગણીઓને લઈ સૂત્રોચાર તેમજ ઘંટનાદ કરી સરકારના કાન ઉઘાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

જોકે, માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 4 માર્ચ 2024 ના રોજ તમામ કર્મચારીઓએ માસસીએલ મુકી ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.