બનાસકાંઠા એલસીબીએ થરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા એલસીબી એ થરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો અને ગાડી સાથે ઝડપી પાડ્યા છે જેમાં પોલીસને મળેલી બાતમી હકીકત આધારે થરાદ દિયોદર ત્રણ રસ્તા પાસે વોચ દરમિયાન શંકાસ્પદ ગાડીની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 6 લાખ 62 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.


બનાસકાંઠા એલ.સી.બી. ટીમ દ્વારા થરા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ટીમને મળેલ બાતમી હકીકત આધારે થરા દિયોદર ત્રણ રસ્તા દારૂની હેરાફેરી થાય છે જે આધારે પોલીસે વોચ રાખી જેમાં શંકાસ્પદ વેન્યુ ગાડી આવતા તેને રોકાવી ગાડી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાડી ચાલાક અભયભાઇ ગોવાભાઇ રબારી રહે. લાખણી રબારી વાસ તેમજ રમેશભાઇ લીલાભાઇ રબારી રહે. લાખણી રબારીવાસ વાળાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે ગાડી તપાસ કરતા જેમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની કુલ 1528 બોટલો મળી આવી હતી. જોકે 6 લાખ 62 હજાર ,800 રૂપિયાનો મુદ્દામાંલ સાથે કબ્જે લઈ દારુ મંગાવવનાર અને ભરાવનાર મદદગારી કરનાર (1) દીલીપજી પોપટજી ઠાકોર રહે. ભલગામ કાંકરેજ (2) રૂડાજી હોથીજી રાજપુત રહે. કુવાણા લાખણી (3) વશરામભાઇ સેધાભાઇ રબારી રહે. મલુપુર (4) છોટીયો ઉર્ફે ખેંગારામ બળવંતરામ વિશ્ નોઇ રહે. જાલોર હાલ વિરોલ (5) ભલજી જવાજી રાજપુત રહે. થરાદ ગોકોળ ગામ થરાદ (6) કમલેશ વિરોલગામે ઠેકે થી દારુ દારુ ભરાવ નાર (7) અંકીત વિરોલગામે ઠેકે થી દારુ દારુ ભરાવના ર તમામ ઇસમો વિરૂધ્ધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.