
બનાસકાંઠામાં માવઠાથી ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો
બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન કમોસમી વરસાદ અને હીમપ્રપાતના કારણે ઘઉંના પાક ઉપર અસર થઈ હતી.બીજીતરફ વર્તમાન સમયમાં ઘઉંની કાપણી શરૂ થઈ ગઈ છે ત્યરે તેનું ઉત્પાદન ઘટ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આમ બનાસકાંઠા જિલ્લામાં ઘઉંનું 64,930 હેક્ટરમાં વાવેતર થયું હતુ પરંતુ સિઝન દરમિયાન કમોસમી વરસાદ અને હીમપ્રપાત થતાં પાક ઉપર અસર થઈ હતી જેનું પરિણામ વર્તમાનમા જોવા મળી રહ્યું છે.