બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી માટે સજ્જ : EVM મશીનો સાથે પોલિંગ સ્ટાફ ફરજ પર જવા રવાના

બનાસકાંઠા
બનાસકાંઠા

જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતેથી પાલનપુર વિધાનસભા ક્ષેત્રના ૨૭૪ બુથ માટે EVM, VVPAT અને ચૂંટણીલક્ષી સામગ્રીની ફાળવણી: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને હવે ગણત્રીના કલાકો બાકી છે. તા. ૭ મે ના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં ૦૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના ૧૯૬૦ બુથો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન અનુસાર તંત્ર સજ્જ બન્યું છે.

બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટેના તમામ ૧૯૬૦ બુથો પર ચૂંટણી લક્ષી સામગ્રી અને ઇ.વી.એમ. તથા વી.વી.પેટ મશીન ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટેના EVM, VVPAT મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રી જગાણા સ્થિત એન્જીનીયરીંગ કોલેજ,  EVM વેર હાઉસ ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી.

પાલનપુર વિધાનસભા ક્ષેત્રના ૨૭૪ બુથ માટે 33 રૂટ ઝોનલ ઓફિસર, 33 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને ૧૫૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે. પાલનપુર વિધાનસભાના ૨૭૪ બુથ માટે EVM ની ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ સ્ટાફ આ સામગ્રી લઇ પોતાના  ફરજ સ્થળ પર પહોંચ્યા છે.

બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં ૧૧ હજારથી વધુ પોલિંગ સ્ટાફ: બનાસકાંઠા સંસદીય મતદાન વિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૨૫૫૮ બુથો માટે માટે કુલ ૨૮૧ રૂટ, ૨૮૦ ઝોનલ ઓફિસર,૨૮૦ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને ૧૧,૨૫૫ થી વધુ પોલિંગ સ્ટાફ લોકસભાની ચૂંટણી માટે ફરજ પર કાર્યરત રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.