બનાસકાંઠા જિલ્લામાં રૂ.૧૭.૮૬ કરોડના ૧૦૫૯ વિકાસકામોને મંજૂરી અપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વર્ષ-૨૦૨૦-૨૧ના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ માટે ફાળવાયેલ કુલ રૂ. ૧૭.૨૫ કરોડ સામે કુલ રૂ.૧૭.૮૬ કરોડના ૧૦૫૯ વિકાસકામો મંજુર કરવામાં આવ્યા હતા. જિલ્લાના આયોજનમાં ૧૫ ટકા વિવેકાધિન યોજના- સામાન્ય, ખાસ અંગભૂત યોજના, ૫ ટકા પ્રોત્સાહક યોજના અને આદિજાતિ પેટા વિસ્તા ર યોજના વગેરેનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓ ધ્વારા રૂ. ૧.૬૪ કરોડના ૨૬ કામોનું આયોજન રજુ કરવામાં આવ્યું હતુ. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઇન, સ્વાચ્છ,તા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે. કોરોના વૈશ્વિક મહામારીના સમયે ટેકનોલોજીના માધ્યમથી યોજાયેલ બેઠકમાં પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું કે વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે ત્યાજરે પ્રજાને સુવિધા આપવા સમયસર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરીએ. સંસદ સભ્ય પરબતભાઇ પટેલે વૈશ્વિક મહામારી કોરોના દરમ્યાન તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા કરી વહીવટીતંત્રના અધિકારીઓ, આરોગ્ય, પોલીસ, પંચાયત, મિડીયા સહિત તમામ લોકોની સેવાને બિરદાવી હતી. બેઠકના પ્રારંભમાં પાલનપુર ખાતેથી બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ મંત્રી અને મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પીનાબેન ઘાડીયા, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડ્‌યા, મહેશભાઇ પટેલ, જીગ્નેશભાઇ મેવાણી, શ્રીમતી ગેનીબેન ઠાકોર, નથાભાઇ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઇ ભૂરીયા, તાલુકા પંચાયતો અને નગર પાલિકાના પ્રમુખશ્રીઓ, ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર.પટેલ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.