ડીસા તાલુકાના લોરવાડા હાઇવે પર બનાસ ડેરીના ઉમંગ મોલ નો શુભારંભ થયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈના વરદ હસ્તે ઉમંગ મોલ ખુલ્લો મુકાયો: ડીસા તાલુકાના લોરવાડા પાટિયા નજીક હાઇવે ઉપર બનાસ ડેરી ના ઉમંગ મોલ નું ડીસા વિભાગના બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ ગુજોર ના હસ્તે રીબીન કાપી ઉમંગ મોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ડીસા તાલુકાના વડાવળ ગામના બનાસ ડેરીના મંત્રી ક્રમશીભાઈ નાગજીભાઈ, ભુરાભાઈ નાગજીભાઈ તથા માવજીભાઈ નાગજીભાઈ અને નરસિંહભાઈ ખેંગારભાઈ દ્વારા ડીસા ભીલડી હાઇવે પર આવેલા લોરવાડા પાટિયા નજીક હાઇવે પર ઉમંગ મોલ બનાવવામાં આવ્યો હતો જેનું ગતરોજ બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ ગુજોર ના વરદ હસ્તે ઉમંગ મોલ નો શુભારંભ કરાયો હતો બનાસ ડેરી ની વિવિધ પ્રોડક્ટો સાથે અમૂલ ની ચીજ વસ્તુઓ અને લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓનું ઉમંગ મોલમાંથી આજુબાજુના ગ્રામજનો પશુપાલકો ખરીદી કરી શકશે ત્યારે ઉમંગ મોલ ના શુભારંભ પ્રસંગે  રાજકીય સામાજિક આગેવાનો ,આજુબાજુ ગામોના સરપંચો બનાસ ડેરીના કર્મચારી તથા અધિકારીગણ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.