ધાનેરા તાલુકામાં ચાર વર્ષથી રાયડા અને ઘઉંનું સરેરાશ વાવેતર

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ધાનેરા ધાનેરા તાલુકામાં કૃષિ લક્ષી રવી સીઝનમાં રાયડાનું વાવેતર છેલ્લા ચાર વર્ષથી જળવાઈ રહ્યું છે. રાયડા અને એરંડાના વાવેતરથી જાણીતા ધાનેરા તાલુકાના સિંચાઇના પાણીના અછતના કારણે વાવેતરમાં કોઈ વધારો જોવા મળી રહ્યો નથી.
ધાનેરા તાલુકાના રવીયા કોટડા તેમજ શિયા, એડાલ, કરાધણી સહિતના ગામોની ખેતી પર નજર નાખતા અહીના ગામોમાં મોટા ભાગે રાયડાનું વાવેતર જોવા મળી રહ્યું છે.

કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતે ધાનેરા તાલુકામાં રાયડાનું વાવેતર સમયસર થયું છે સાથે ઠંડીનું પ્રમાણ યોગ્ય હોવાના કારણે રાયડાના પાકના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ પ્રમાણે રાયડાનું વાવેતર સારુ છે. જોકે વધુ ઠંડીના કારણે રાયડાના પાકને નુકશાન પણ થયું છે. ધાનેરા તાલુકાના ખેતરોમાં રાયડાના પાકની કાપણીની શરુઆત થઈ ગઈ છે.

ખેડૂતો વિશ્વાસ રાખી બેઠા છે કે આ વખતે ઉત્પાદન વધુ મળે તેમ છે તો બીજી તરફ ગત વર્ષ કરતા આ વખતે રાયડાના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરી રાયડાની ખરીદી માટેની નોધણીની શરૂઆત કરી છે. ધાનેરા તાલુકામાં રાયડાનું વાવેતર છેલ્લા ચાર માસ દરમિયાન ૩૦ હજાર થી લઈ ૩૧ હજાર હેકટર સુધી રહ્યું છે. રાયડાનું વાવેતર ૩૧ હજાર હેકટર સુધી પહોચ્યું નથી. મૂળ સિંચાઇના પાણીની સમસ્યાના કારણે વાવેતર સરેરાશ રહે છે.

ભૂગર્ભના તળમાંથી ખારું પાણી આવે છે : ભલાભાઈ પટેલ ખેડૂત
રાયડાના પિયત માટે પાણીની ખપત ઓછી હોય છે સાથે રાયડા માટે ખારું પાણી પણ પિયત માટે ચાલી જાય છે. જેના કારણે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામો કે જ્યાં ભૂગર્ભના તળમાંથી ગરમ ખારું પાણી આવે છે એ વિસ્તારમા પણ રાયડાનું વાવેતર થઇ રહ્યું છે.

ખેડૂતો પોતાના માટે અનાજ વેચાતું લાવવું પડે તવી નોબત : પ્રેમાભાઇ ખેડૂત
વર્ષો પહેલાં ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ઘઉંના પાકનું વાવેતર મોટા પ્રમાણ માં થતું હતું. જોકે હવે ધાનેરા તાલુકાના નેનાવા, વાસણ અને કુંડી સહિતના રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલા ગામોમાં ઘઉં નું વાવેતર બંધ થવા નાં આરે છે.સરકારી આંકડા પ્રમાણે ઘઉં નું વાવેતર મા છેલ્લા ચાર વર્ષ મા વધારો થયો નથી.જે ખેતરોમા સિંચાઇ ના પાણી ની વ્યવસ્થા છે એ ખેતરો મા ખેડૂતો ઘઉંનાં પાકનું વાવેતર સીમિત પ્રમાણમાં કરી રહ્યા છે. જ્યારે બાપલા નજીકના ગામોમાં આજે પણ ઘઉંનું વાવેતર યથાવત છે. જો કે એ વિસ્તારમાં પાણી હજુ એ ભૂગર્ભમાં છે. જોકે ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં પાણીની સમસ્યાનાં કારણે ઘઉંનું વાવેતર ઘટી રહ્યું છે.ખેડૂતો પોતાના માટે અનાજ વેચાતું લાવે એમાં નવાઈ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.