પાલનપુરના રિક્ષા ચાલક પર અદાવતમાં હુમલો બંને સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ફતેપુરનો રિક્ષા ચાલક લાલાવાડ બસ સ્ટેન્ડે હતો ત્યારે અગાઉની અદાવત રાખી બે શખ્સોએ હુમલો કર્યો હતો. જેને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ફતેપુરના જયંતીભાઇ રમેશભાઇ દેવીપૂજક તેમની રિક્ષા લઇ લાલાવાડા બસ સ્ટેન્ડે ઉભા હતા. ત્યારે અગાઉની અદાવત રાખી વડગામનો ભોદાભાઇ સોમાભાઇ દેવીપૂજક અને પાલનપુર તાલુકાના પીંપળીનો રાજુભાઇ દેવીપૂજકે હુમલો કર્યો હતો. જેમાં જયંતિભાઇના કપાળના ભાગે ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે રમેશભાઇ અમથાભાઇ દેવીપૂજકે બંને સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.