ભીલડી બેંક ઓફ બરોડા નું એ.ટી.એમ શોભાના ગાંઠીયા સમાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ભીલડી બેંક ઓફ બરોડા નું એ.ટી.એમ શોભાના ગાંઠીયા સમાન: ભીલડી 35 ગામોનું વેપારી મથક છે ભીલડી રેલવે જંકશન પણ આવેલ છે જેમાં બેંક ઓફ બરોડા બેંક નું ATM એટીએમ કેટલાક દિવસ થી શોભાના ગાંઠિયા સમાન માં જોવા મળી રહ્યું છે તે ભીલડી બેંક ઓફ બરોડા બેંક નું એટીએમ બંધ રહેવાથી સામે હોળી ધૂળેટીના તહેવાર ને લઈ લોકો ને પૈસા ની લેવડ દેવડ બહુ રહેતી હોય છે અને તહેવારો માં જ ATM બંધ રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકો પણ વિલા મોઢે પરત ફરી રહ્યા છે એક બાજુ સરકાર ડિજિટલ વહેવાર ની વાતો કરે છે અને ભીલડી બેંક ઓફ બરોડા એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.

બેંકના મેનેજરને લોકો દ્વારા રજૂઆત કરતા ટેકનિકલ ખામીના કારણે બંધ છે અને હજુ વિલંબ થઈ શકે છે અને ATM ઓફિસ માં AC પણ બંધ હાલત માં છે. બેંક ઓફ બરોડા નું એટીએમ સત્વરે ચાલુ થાય તેવી ગ્રાહકો ની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.