સામઢી ખાતે ગેનીબેન ઠાકોરે મતદારોને ધમકાવતી પોલીસ સામે તાક્યું નિશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

કાયદાનું સન્માન કરીએ છીએ પણ દબાવવાનો પ્રયાસ કરશો તો તમને તમારી ભાષામાં જવાબ આપીશું:- ગેનીબેન ઠાકોર

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરીને મતદાતાઓ ને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામઢી ગામે સભાને સંબોધી હતી. જેમાં ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી પોલીસને ગર્ભિત ધમકી આપી હતી.

લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવતી પ્રવાસ કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે પાલનપુરના સામઢી ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરેની ચૂંટણી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જનસભામાં સરકારી તંત્ર અને પોલીસને નિશાના ઉપર લેતા ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે, પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શુ લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી. અમારા મતદારો બેઠા છે તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. એમાં કોઈ થવાનું નથી.જો પોલીસવાળા ગામમાં આવીને દમ દાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મુકવાની વાત કરશે. તમને ફુલાવશે. પણ નોકરી તમારે 58 વર્ષ સુધી કરવાની છે. તમને પગાર કોઈ ભાજપ નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે લોકોના ટેક્ષના પૈસાનો પગાર મળે છે. અમે ગાંધીજી વિચારધારા વાળા છીએ કાયદાને સન્માન આપીએ છીએ તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતાં વાર લાગશે નહિ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.