બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પૂર્વે આશાવર્કરો અને શિક્ષકોનો સરકાર સામે મોરચો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાની આશા વર્કર બહેનોના ધરણા માંગણીઓ ન સંતોષાતા આશા વર્કર બહેનોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી: લોકસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની શકયતા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકો અને આશા વર્કર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.જેમાં ડીસા અને દાંતા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા 10 માસથી વેતન ન મળતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી જઈ લોકસભાની ચુંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

સરકારના મહિલા સશક્તિકરણના દાવા: વચ્ચે આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી સરકાર દ્વારા 50 ટકા ટોપઅપ અને 2500 માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી જેના માટે બહેનોએ વારંવાર આંદોલન કર્યા છે. તેમ છતાં  ડીસા અને દાંતા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવ્યો નથી.ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી બહેનોને સમયસર પગાર ન મળતા કાળઝાળ મોંઘવારીમાં તેમની હાલત કફોડી બની રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો મામલતદાર કચેરીના પાર્કિંગ સેડમા ધરણા પર બેસી ગઈ હતી.અને સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવી તાત્કાલિક વેતન ચુકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ચૂંટણીમાં સરકાર વિરૂદ્ધ પ્રચાર કરીશું : આશા વર્કર: આ અંગે આશા વર્કર નૈના પરમાર અને પ્રિયા ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમને 50 ટકા ટોપ અપ વધારો અને 2500 માસિક વધારો ચૂકવવામાં આવતો નથી. જેના માટે અમે વારંવાર આંદોલનો અને સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ અત્યારે આશા વર્કર બહેનોને વેતન ચૂકવાયું નથી. ત્યારે સરકાર આશા વર્કર બહેનોને તાત્કાલિક વેતન ચૂકવે, લઘુત્તમ વેતન શરૂ કરે, ઇન્સેનટીવ પ્રથા બંધ કરે અને બહેનોને કાયમી કરે તેવી અમારી માંગણી છે અને જો સરકાર અમારી માંગણી નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.