કુવારશી ગામના તલાટી ઓફિસે નિયમિતના આવતા અરજદારો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત જેવા વિકાસ શીલ રાજ્ય ની તુલના આખા વિશ્વમાં થાય છે,આ ગુજરાત ના તમામ તાલુકાઓ પૈકી દાંતા તાલુકા ની ગણના પછાત તાલુકા તરીકે થઇ રહી છે. આ તાલુકાઓ મા વિવિધ ઓફિસો લઇ જાય તો અહીં ઓફિસમાં બેઠેલા લોકો તેમને હેરાન પરેશાન કરે છે આ તાલુકા માં મોટાભાગ ની વસ્તી આદિવાસી પ્રજાતિ ની વસવાટ કરે છે જેવો સાક્ષરતા ની દ્રષ્ટિએ ઘણા પાછળ છે ત્યારે અહીં નાના નાના કામો માટે આવા ગરીબ લોકો ને આ ઓફિસ મા બેસતા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ભારે હેરાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે આવોજ એક બનાવ દાંતા તાલુકા ના પહાડો મા આવેલા કુવારશી ગામ નો બહાર આવ્યો છે. આ ગામ મા આવેલી ઓફિસ મા તલાટી સમયસર હાજર ન હેતા અને ગેર હાજર રહેતા આ ગ્રામજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે પણ આ બાબતે વહીવટી તંત્ર કોઈ કાયમી ઉકેલ લાવતા નથી

દાંતા થી કુવારશી ગામ પહાડો ની ગોદ મા વસેલુ છે આ ગામ વસ્તી ની દ્રષ્ટિએ ઘણુ નાનુ છે અને અહી ” કુવારશી ગ્રામ પંચાયત નું ભવન આવેલું છે અહીં સરપંચ તરીકે પોતાનાં પિતા છે પણ આવી ઓફિસો મા ચાલતી ચર્ચા મુજબ આ પંચાયત અરજદારો પોતાના વિવિધ કામોનો આખો વહીવટ તેમના પુત્ર કરી રહ્યા છે આ ગામ મા તલાટી આવતા નથી અને પોતાની ઓફિસ મા ફરકતા નથી આથી નાના નાના કામો માટે ગામની જનતા ને અવારનવાર હેરાન થવું પડે છે, અહીં રહેતા લોકો નો આરોપ છે કે અહીં તલાટી ઓફિસ મા આવતા નથી અને અમે ફોન કરીયે તો અમને અમારા કામ માટે કાલે આવજો આજે હું બહાર છું તેવા બાના ગાઢે છે. આમ પોતાની ઓફિસ મા હાજર રહેવાનો સરકાર નો પગાર લેતા આ તલાટી બહાર જ રહે છે આ સિવાય પંચાયત ના બિલ્ડીંગ આગળ નકામું ઘાસ ઉગી ગયુ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.