![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/અરબી-સમુદ્ર-માં-એન્ટી-સાયક્લોનિક-hed.jpg)
અરબી સમુદ્ર માં એન્ટી સાયક્લોનિક અને ઉત્તર ભારતમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર ના પગલે
બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન નો પારો સાડા ત્રણ ડીગ્રી ઘટયો
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા ઉપર નોંધાતા પ્રજાજનો ને બફારા નો અનુભવ: બનાસકાંઠા જિલ્લામાં મે મહિનાની શરૂઆતમાં જ આકરી ગરમી પડવા લાગતાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો પરંતુ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના આકાશમાં વાદળો થવાના તાપમાન નો પારો નો ઘટતા લોકોને આખરી ગરમીથી રાહત મળી છે પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી લોકોને બફારા નો અનુભવ થઈ રહ્યો છે.
ઉત્તર ભારત તરફ આવતી વેસ્ટન ડીસ્ટર્બન્સ ની સિસ્ટમ ના કારણે જિલ્લાના અકાશ ફરી એકવાર વાદળો થવાના છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં એન્ટ્રી સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય હોવાના કારણે સૂકા પવનો ની અસર જોવા મળી રહી છે જેથી પ્રજાજનોને ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે ડીસામાં એક જ દિવસમાં તાપમાન નો પારો -૩.૫ ડીગ્રી ધટી ૩૭.૩ ડિગ્રી નોંધાયો છે હવામાન નિષ્ણાતોના મતે આગામી બે ત્રણ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે તેમ છે.
બનાસકાંઠા જિલ્લામાં વાદળો વચ્ચે વરસાદની કોઈ શક્યતાઓ નથી: આ અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળો બંધાયા છે પરંતુ આ સમય દરમિયાન કોઈ વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી નથી જેથી ખેડૂત વર્ગને ચિંતા કરવાની પણ જરૂર નથી અને આગામી બે ત્રણ દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે.
ડીસા માં શનિવારે નોંધાયેલું તાપમાન
મહત્તમ તાપમાન ૩૭.૩ ડીગ્રી
લધુતમ તાપમાન. ૨૮ ડીગ્રી
ભેજનું પ્રમાણ ૬૨ ટકા
પવનની ગતિ પ્રતિ કલાક ૯ કીમી